રૂ.2.52 લાખના વિદેશી દારૂ સાથે કુલ રૂ.7.22 લાખનો મુદ્દામાલ કબ્જે, એક આરોપી ઝડપાયો, મુખ્ય સુત્રધાર વોન્ટેડ!
સુરત જિલ્લાના માંડવીના ગોપાલ નગર વિસ્તારમાં ગોડાઉનમાં છુપાવેલી વિદેશી દારૂ ભરેલી બોલેરો કાર સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપતા હલચલ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પર છાપો મારી 2.52 લાખના વિદેશી દારૂ સહિત કુલ 7.22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરત જિલ્લા એલસીબીની ટીમને ખાનગી રીતે ચોક્કસ બાતમી મળી હતી કે માંડવીના ધોબણી નાકા ફળીયાનો દીપ ઉર્ફે મેન્દિશ મહેશભાઈ ગામીત (રહે. માંડવી) પોતાની બોલેરો કાર (નં. GJ-19-AA-4879) માં વિદેશી દારૂ લાવી ગોપાલ નગર વિસ્તારમાં શટલ વાળા ગોડાઉનમાં છુપાવી રાખ્યો છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર છાપો મારી ગોડાઉનમાં પાર્ક કરેલી બોલેરો કારમાંથી રૂ.2,52,960 ની કિંમતની 1464 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો,
આ ગુનામાં દારૂની હેરફેર માટે નરેન્દ્ર ગામીત (રહે. નવાપુર, મહારાષ્ટ્ર)ની સંડોવણી જણાતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે દીપ ગામીતની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે,આ વિદેશી દારૂનો જથ્થો નવાપુર (મહારાષ્ટ્ર) થી લાવવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મુદ્દામાલ સાથે એક મોબાઇલ ફોન અને મહિન્દ્રા બોલેરો કાર મળી કુલ 7.22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ જતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.સુરત ગ્રામ્ય એલસીબીની આ કાર્યવાહીથી દારૂનું ગેરકાયદે વહન કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590