આગામી તારીખ ૨૫મી જુલાઇએ ગિરિમથક સાપુતારા ખાતે પધારનારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાતને લઈ, જિલ્લા વહીવટી તંત્રે આનુશાંગિક કામગીરીઓ આરંભી દીધી છે.ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ સબંધિત કરવાની થતી પ્રોટોકોલ મુજબની કામગીરી બાબતે, સંબંધિત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપતા ઇન્ચાર્જ કલેકટર બી.બી.ચૌધરીએ વિગતે સમીક્ષા હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે, કે, તા.૨૪ અને ૨૫ જુલાઇ-૨૦૨૪ ના રોજ ગિરિમથક સાપુતારા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા (ભાજપા) ની વિસ્તૃત બેઠક'નું આયોજન કરાયું છે. જેમાં તા.૨૫ મી જુલાઈએ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેનાર છે. બે દિવસિય બેઠકમાં આદિજાતિ મોરચા (ભાજપા) ના રાષ્ટ્રીય અધ્યક્ષ સમીર ઉરાવજી, પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન પ્રભારી રત્નાકરજી સહિત ગુજરાતનાં આદિજાતિ જિલ્લાઓના સંગઠન પદાધિકારીઓ ઉયપસ્થિત રહેશે.
કાર્યક્રમના સૂચારૂ અમલીકરણ અને આયોજન વ્યવસ્થા અર્થે યોજાયેલી બેઠકમાં, જિલ્લા ભાજપા પ્રમુખ કિશોરભાઇ પટેલ, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાષભાઈ ગાઈન, જિલ્લાના નાયબ વન સરક્ષકો સર્વ રવિ રાધાકૃષ્ણ અને દિનેશ રબારી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ પાટિલ, પ્રાંત અધિકારી સાગર મોવાલિયા સહિતના સબંધિત ઉચ્ચ/વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590