તાપી જિલ્લાની જાહેર જનતાને ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીને લાગત રજુઆતની નોંધણી કરાવવા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ૧૯૧૬ ઉપર સંપર્ક કરવો
તાપી જિલ્લા કલેકટર ડો.વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ, પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, ડીસીએફ પુનિત નૈયર સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં આગામી ઉનાળામાં તાપી જિલ્લામાં પીવાના પાણીની તંગીને પહોંચી વળવા માટે આગોતરા આયોજન અંગે સમિક્ષા બેઠક યોજાઇ હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે પાણી સંબંધિત સમસ્યાઓની સમિક્ષા કરતા વિવિધ વિભાગોને જરૂરી સુચનો આપ્યા હતા. કલેક્ટરે આગામી ઉનાળામાં તાપી જિલ્લામાં પીવાનાં પાણીની સમસ્યાં ત્વરિત ધોરણે નિકાલ કરવાનાં આયોજનનાં ભાગરૂપે હેન્ડપંપ રીપેરીંગ કરી તેની ચકાસણી કરી વેરીફાઇડ તરીકે સ્ટીકર લગાડવા જણાવ્યું હતું. આ સાથે ગ્રામજનોને પીવાનાં પાણી સબંધિત પ્રશ્નોની રજુઆત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનાં ટોલ ફ્રી નં.૧૯૧૬ પર થાય તે મુજબની ગ્રામજનોને અનુરોધ કરી ઝડપી નિકાલની જરૂરી કાર્યવાહી કરવા માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનાં અધિકારીશ્રીને સુચના આપી હતી.
વધુમાં તેમણે તાપી જિલ્લાની જાહેર જનતાને ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીને લાગત રજુઆતની નોંધણી કરાવવા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ૧૯૧૬ ઉપર સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત બેઠકમાં મનરેગા હેઠળના કામોમાં વધુમાં વધુ નારગિકોને જોડી ઝડપ થી કામગીરી પૂર્ણ કરાવવા, વિવિધ જળસ્ત્રોતોની સાફસફાઇ કરાવવા, સુજલામ સુફલામ યોજના હેઠળના કામો પુરા કરવા, અમૃત સરોવરને લગતા કામો, પ્રગતિ હેઠળના જુથ પાણી પુરવઠાને લગતા કામો, સુધારના જુથ પાણી પુરવઠાને લગતા કામો, તાલુકા વાર પાણી સમિતીની બેઠક યોજવા, ઓપન વેલ, ટેકનિકલ કારણોના લીધે અટકેલા કામો અંગે સમિક્ષા કરી હતી. આ ઉપરાંત ડી.જી.વી.સી.એલ વિભાગને સરફેઝ સોર્સ હેઠળ ફળીયા કનેકટીવીટી ઝડપી રીલીઝ કરવા જરૂરી સુચના આપી હતી.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહએ પ્રગતિ હેઠળના કામોની સમયાંતરે મોનીટરીંગ થાય, જે ગામોમાં પાણીની સમસ્યા થાય છે તેની યાદી બનાવી તેના ઉપર લીધેલા એક્શન અંગે અને પાણીની સ્મસ્યાને પહોચી વળવા જનસંખ્યા અને તેની સામે પાણીનો જથ્થા અંગે માઇક્રો પ્લાનીંગ હાથ ધરી નિરાકરણ લાવવા સુચનો આપ્યા હતા.
આ બેઠકમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનાં અધિકારી જી.બી.વસાવા દ્વારા પ્રેઝનટેશનના માધ્યમથી તાપી જિલ્લામાં થયેલ કામગીરી અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590