ઉચ્છલ તાલુકાના નારણપૂર ગામે જુગાર રમાઈ રહ્યો હોવાની ખાનગી બાતમી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમને મળી હતી.જેના આધારે ઉચ્છલના નારણપુર ગામમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને ૧૨ જુગારીઓને પકડી પાડ્યા હતા.
ગાંધીનગરની સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે ગત ૨૪ એપ્રિલના રોજ ખાનગી બાતમી મળી હતી કે ,નારણપુર ગામમાં રહેતા કલ્પેશભાઇ સુભાષભાઈ પાડવી તથા વીકીભાઇ સુભાષભાઇ પાડવી નારણપુરના સાવરપાડા ફળિયા ખાતે રહેણાંક મકાનની આગળ આંગણાની ખુલ્લી જગ્યામાં તથા નારણપુર બસ સ્ટેન્ડ પાસે આવેલ ચાની લારી ની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં માણસોને બેસાડી વરલી મટકાનો પૈસાથી હારજીતનો જુગાર રમી-રમાડે છે,જેના આધારે રેડ કરતા નારણપુર ગામમાં જુગાર રમતા ૧૨ જુગારીયાઓને પોલીસે ઝડપી લીધા હતા.અને તેમના પાસેથી રોકડા રૂ.૨૪૨૧૦, મોબાઇલ નંગ-૧૦ રૂ.૧૪૦૦૦, મોટરસાયકલ નંગ-૩ રૂ.૮૦,૦૦૦ તથા ટેબલ-ખુરશી સહિતનો અન્ય સરસામાન મળી કુલ રૂ.૧,૧૮,૬૧૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.બનાવ અંગે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ થઈ હતી.
જુગાર રમત ઝડપાયેલા જુગારીયાઓના નામો
૧) વીકી પાડવી,૨)સુનિલ જયરામભાઇ કોટવાડીયા,૩)અંતુભાઇ હુરજીભાઇ ગામીત,૪)ભીમસિંગભાઇ દાજીયાભાઇ ગામીત,૫)મલ્લુભાઈ બાપુભાઇ ગામીત,૬)હરીલાલ ગુરજીભાઇ વસાવા,૭)મગનભાઇ કાસીયાભાઇ કાથુર,૮)છગનભાઇ નુરીયાભાઇ વસાવા,૯)દિલીપ કાલુસિંગ વસાવા,૧૦) યશવંતભાઈ જીવાભાઇ વસાવા,૧૧)દિક્ષિતભાઇ વસાવા ,૧૨)જગુભાઇ ચીમનભાઇ કાથુર
વોન્ટેડ જાહેર કરેલ આરોપીઓ
૧)કલ્પેશ સુભાષભાઇ પાડવી- નારણપુર
૨)સિંકદર ગામીત ચીચપાડા -નાવપુર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590