ઉચ્છલ પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ નિઝર રાયગઢના યુવક અનિલભાઇ વળવીએ ઉચ્છલના ટાવલીની યુવતિ સાથે મરજી વિરુધ્ધ અવાર-નવાર શરીર સબંધ બાંધી તેણીના અંગત પળોના ફોટા પાડી લઈ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દેતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ આરોપી અનિલભાઈ અર્જુનભાઈ વળવી રહે, રાયગઢ ગામ (કોટડા ફળિયું) તા. નિઝર, જી.તાપીએ ઉચ્છલના ટાવલીની યુવતિનો મોબાઈલ નંબર ક્યાંકથી મેળવી લઈ પોતાનું નામ કરણ હોવાનું જણાવી યુવતિ સાથે પ્રેમસબંધ રાખી પોતે અપરણિત હોવાનું જણાવી યુવતિની સાથે તેની મરજી વિરૂદ્ધ અવાર- નવાર શરીર સબંધ બાંધી યુવતિ સાથેના અંગત પળના ફોટાગ્રાફ સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પર યુવતિના નામનું ફેક એકાઉન્ટ બનાવી અપલોડ કરી ગુનો કર્યો છે, જે અંગે યુવતિની ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસે ગુનો નોંધ્યો છે. આ ગુનાની વધુ તપાસ પો. ઈન્સ. શ્રી એસ .એમ . સુમરા સા. સર્કલ પોલીસ ઈન્સ.શ્રી વ્યારા કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590