Latest News

બેટી બચાવો,બેટી પઢાવોથીમ અંતર્ગત સાપુતારા ઋતુંભરા કન્યા વિધ્યાલયમા સેમિનાર યોજાયો

Proud Tapi 01 Jan, 2024 11:42 AM ગુજરાત

ડાંગ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી,આહવા તથા સમગ્ર શિક્ષા અભિયાનનાસંયુક્ત ઉપક્રમે બેટી બચાવો,બેટી પઢાવોથીમ અંતર્ગત સાપુતારા ઋતુંભરા કન્યા વિધ્યાલય ખાતે એક જાગૃતિ સેમીનારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સેમિનારમા કાનૂની સહાય કેન્દ્રના એડવોકેટ  મિતેશભાઈ , રમેશભાઈ તેમજ શ્રીમતી જયશ્રીબેન દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ -૨૦૧૩નાં કાયદાથી રક્ષણ કઇ રીતે મેળવી સકાય તેના અંગે શાળાની બાળકીઓને અને વિધ્યાલયના સ્ટાફને વાકેફ કરવામાં આવ્યા હતા.તેમજ મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા ICE વિતરણ કરી,કચેરી દ્વારા ચાલતી બાબતોથી ઉપસ્થીત તમામ બાળકીઓ તેમજ સ્ટાફને વાકેફ કરવામાં આવ્યા હતા.

સાપુતારા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શ્રીમતી સુમિત્રાબેન અને તેમની દ્વારા બાળકોને લગતા વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યુ હતુ,તેમજ સાઇબર ક્રાઇમ વિસે,ગુડ ટચ બેડ ટચને અભિનય દ્વારા સમજાવામા આવ્યુ હતુ હતી.આ સાથે ૧૮૧ હેલ્પ લાઇન નંબર અને તેમની કામગીરીથી પણ બાળકોને વાકેફ કરાવ્યા હતા.

આ ઉપરાંત પોલીસના સિટીઝન ફસ્ટ પોર્ટલ વિશેની માહિતી અને પોલીસ વિભાગ દ્વારા ચલાવવામા આવતા સુરક્ષા સેતુ સોસાયટી વિષેની પણ માહીતી આપવામાં આવી હતી.  મહિલા અને બાળ અધીકારીની કચેરી દ્વારા ચાલતા સખી વન સ્ટૉપ સેન્ટરની કામગીરી અને સેન્ટર મહિલાઓને કઇ રીતે સહયોગી બને છે.  તેની પણ વિધ્યાર્થીનીઓને સમજ આપવામાં આવી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post