મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ. મનિષા એ. મુલતાના માર્ગદર્શન હેઠળ તારીખ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ વઘઈ ખાતે આવેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ગુજરાત મહિલા આર્થીક વિકાસ નિગમના સહયોગથી મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યની મહિલાઓ પોતાના માટે આવકનાં સાધનો ઊભા કરી શકે તે માટે વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ માટે તકો ઊભી કરવી. મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે આર્થિક વિકાસ ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન, પ્રોત્સાહન અને સંકલનનું કાર્ય કરવું. રાજ્યની વંચિત મહિલાઓમાં જાગૃતિ ઊભી કરી તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવી તેમને સામાજિક અને આર્થિક રીતે પગભર બનાવવી જેથી તેઓ રાજ્યનાં સમુચિત વિકાસમાં પોતાનો ફાળો આપી શકે છે તેમ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી કમલેશભાઈ ગિરાસેએ પોતાના પ્રાસંગીક વકત્વ્યમાં જણાવ્યું હતું.
વઘઇ તાલુકા પ્રમુખ ચંદરભાઇ ગાવિત તેમજ વઘઈ ડાયટના આચાર્ય બી. એમ. રાઉતે બહેનો પોતાના સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી આર્થિક રીતે સધ્ધર બને તે વિશે પ્રોત્સાહક ઉદ્દબોધન કરી વિવધ સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. લીડ બેન્ક મેનેજર શ્રી વિશાલ પંતગે દ્વારા ફાઇનાન્સીયલ લીટ્રસી, બેંકમાં ચાલતી વિવિધ યોજનાઓ, બેંકનું નામ લઇ કરવામાં આવતા ફ્રોડ કોલ વિશે વિડીયો દ્વારા સમજૂતી આપવામાં આવી હતી. તેમજ કોઇપણ અજાણ વ્યક્તિને OTP નહીં આપવા બાબતે બહેનોને સમજુતી આપી હતી. આ કાર્યક્રમમાં વિવિધ વિષયોના તજજ્ઞોએ મહિલાઓને આર્થીક તેમજ સામાજીક ઉત્થાન વિષયક માહિતી આપી હતી. કાર્યકર્મમાં મહાનુભાવોના હસ્તે વ્હાલી દીકરી યોજના મંજૂરી હુકમ તેમજ ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજના મંજૂરી હુકમ અને કિટ વિતરણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590