વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે તા. ૨૧ થી ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન ૫૧ મો રાણી દુર્ગાવતીજી ખેલકૂદ રમતોત્સવ યોજાયો હતો. જેમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના કુલ ૧૯ જેટલાં વિદ્યાર્થીઓએ દોડ, લાંબીકૂદ, ઉંચીકૂદ, ગોળાફેંક, બરછીફેંક જેવી જુદી જુદી સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ખેલાડીઓએ સ્પર્ધાઓમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી ૧ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૬ બ્રોન્ઝ સહિત કુલ ૧૧ જેટલાં ચંદ્રપદકો જીતીને સમગ્ર કોલેજને ગૌરવાન્વિત કર્યા હતાં. જેમાં પવાર વિશાલભાઈએ દિવ્યાંગ કેટેગરીની ૫૦ મીટર દોડમાં ગોલ્ડમેડલ, ગોળાફેંકમાં સિલ્વર અને લાંબીકૂદમાં બ્રોન્ઝમેડલ તથા માહલા અતુલભાઈએ ગોળાફેંક અને લાંબીકૂદ બન્ને રમતમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેમજ સામાન્ય કેટેગરીમાં માળવીશ શીલાબેને ૫ કિ.મી દોડમાં સિલ્વર અને ૧૫૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ તથા જોગેશભાઈએ બરછીફેંકમાં સિલ્વર અને ૧૦૦ મીટરની વિઘ્નદોડમાં બ્રોન્ઝમેડલ અને ગાવિત સંતોષકુમારે ૨૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેમજ ભાઈઓની ૪X૧૦૦ મીટરની રીલે દોડમાં ગાવિત સંતોષકુમાર, જોગેશભાઈ, ગાંગુર્ડે પંકજભાઈ અને ગાંગુર્ડે વિનેશભાઈએ સંયુક્તરૂપે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
આ તમામ રમતવીરોએ ૧૧ જેટલા ચંદ્રપદકો જીતીને કોલેજને વિશિષ્ટ સિદ્ધિ અને કોલેજને ગૌરવ અપાવવા બદલ કોલેજનાં આચાર્ય ડૉ.યુ.કે.ગાંગુર્ડે, IQAC કો-ઓર્ડીનેટર ડૉ.ડી.એમ.ગાવિત, જીમખાના સમિતિના અધ્યક્ષ ડૉ.પી.ટી.લાલૈયા અને જીમખાના સમિતિના સભ્યો પ્રા.પી.કે.માહલા તથા પ્રા.વાય.જે.પ્રજાપતી તેમજ સમગ્ર કોલેજ પરિવારે આ તમામ રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590