વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુવા કલ્યાણ અને શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત 51મું રાણી દુર્ગાવતી રમતોત્સવ તા.21 થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાયો હતો, જેમાં વિવિધ રમતોમાં ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.જેમાં મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ, ઉચ્છલના વિદ્યાર્થી જગદીશભાઈ ધીરસિંગભાઈ ગામીતે ભાલા ફેંકમાં સુવર્ણચંદ્રક જીતીને કોલેજ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.કોલેજના આચાર્ય પ્રો. બી.ડી. ગામીતે જગદીશભાઈને આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા અને તેમના મહેનત અને સમર્પણ ની પ્રશંસા કરી. જીમખાના સમિતિ ના ચેરમેન પ્રા. અયુબભાઈ ગામીત દ્વારા અથાગ માર્ગદર્શન ને પરિણામે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.આ સિદ્ધિ માત્ર કોલેજ માટે ગર્વની વાત નથી પણ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા નો સ્ત્રોત પણ છે. કોલેજ વિદ્યાર્થીઓને શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપીને તેમના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590