તાજેતરમા સુરત ખાતે યોજાયેલ ટેકવેન્ડો ચેમ્પિયનશિપમાં ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલ ધ માર્શલ આર્ટ એકેડમી મા તાલીમ લઈ રહેલ ન્યુ વિઝન ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીએ ટેકવેન્ડો ચેમ્પિયનશિપમા ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ મેળવ્યા હતા.
સુરત ખાતે યોજાયેલ ટેકવેન્ડો ચેમ્પિયનશિપનમા ગુજરાતના જુદા જુદા જિલ્લાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ડાંગ જિલ્લાના ધ માર્શલ આર્ટ એકેડમી દ્વારા તાલીમ લઈ રહેલ ન્યુ વિઝન ઇંગ્લીશ મીડીયમ સ્કુલ આહવાના વિદ્યાર્થીએ ટેકવેન્ડો રમતમા સિલ્વર તેમજ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. ધ માર્શલ આર્ટ એકેડમી ના વિદ્યાર્થીઓમા ૧). અનન્ય જોશી, ગોલ્ડ મેડલ, ૨). હેત્વીક પંડ્યા સિલ્વર મેડલ ૩). અર્જુન પુલીન્દ્રા સિલ્વર, ૪). રાહુલ સિંધી સિલ્વર, ૫). નેન્સી વસાવા સિલ્વર, ૬). આર્યન શર્મા બ્રોન્સ મેડલ મેળવ્યો હતો. આ તમામ વિદ્યાર્થીઓને પૃથ્વી વસંત ભોયેએ તાલીમ આપી હતી. વિદ્યાર્થીએ ટેકવેન્ડો ચેમ્પિયનશિપમા ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ મેળવી ડાંગ જિલ્લાનું ગૌરવ વધાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590