ડાંગ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 ની ઉજવણીના ભાગરૂપે, ભારત સરકારના મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત આહવાના સેવાધામ ખાતે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇનની અધ્યક્ષતામા આહવા તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજવામાં આવ્યો હતો.
આ અવસરે ડાંગ શ્રીમતી નિર્મળાબેન ગાઇને જણાવ્યુ હતુ કે, ભારત સરકાર દ્વારા વર્ષ-૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ ઈયર તરીકે ઉજવવાનુ નક્કી કરવામાં આવ્યું છે.ત્યારે મિલેટ્સ પાકોના સ્વાસ્થ્યવર્ધક મહત્વ બાબતે લોકોમાં જાગૃતિ આવે, તથા વધુમા વધુ ઉત્પાદનની સાથે તેનો વપરાશ થાય,અને ખેડુતોની આવક મા વધારો થાય તે માટે પ્રાકૃતિક કૃષિ નો વ્યાપ વધારવા માટે ખેડૂતોને આહવાન કર્યુ હતુ.
ડાંગ જિલ્લાની આહવા તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ ચૌધરીએ પ્રાકૃતિક કૃષિ ની ઉપયોગીતા, પ્રાકૃતિક ખોરાક, તેમજ મિલેટ પાકોના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતુ. આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ -૨૦૨૩ (મિલેટ વર્ષ) ની ઉજવણીના ભાગ રૂપે ડાંગ જિલ્લા પંચાયત આહવા ની ખેતીવાડી શાખા દ્વારા નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન -TRFA યોજના હેઠળ ખેડુતોને રવિ ચણા નિદર્શન કિટ વિતરણ
કરવામાં આવી હતી.
આહવા ખાતે આયોજિત આ કૃષિ મેળામાં આહવા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કમલેશભાઈ વાઘમારે, આહવા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ વિજયભાઈ ચૌધરી, તાલુકા સદસ્ય મુરલીભાઈ બાગુલ, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.એમ.પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય ભગરીયા, કેવીકે ના વૈજ્ઞાનિક શ્રી પ્રતિકભાઈ, તમામ તાલુકા અમલીકરણ અધિકારીઓ (ખેતી), તમામ વિસ્તરણ અધિકારી/ ગ્રામસેવકો, તથા આત્માના કર્મચારીઓ, માસ્ટર ટ્રેનર યશવંતભાઈ, પ્રગતિશીલ ખેડૂત કિશોરભાઈ, આહવા તાલુકાના ખેડુતો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ વેળા વિવિધ વિભાગના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. જેનો ખેડૂતો અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. જિલ્લાના ICDS વિભાગે ખાસ મિલેટ્સ આધારિત વાનગીઓનો સ્ટોલ્સ રજૂ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590