સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ અને ICAR CIFT વેરાવળના સંયુક્ત ઉપક્રમે “માછલીઓ માંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો” વિષય પર તારીખ ૯ થી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ ખાતે ત્રણ દિવસીય તાલીમ યોજવામાં આવેલી હતી.
આ ત્રણ દિવસીય તાલીમમાં ડો. આશિષ ઝા અને એમની ટીમ દ્વારા માછલીઓથી બનતી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી.તાલીમમાં ૩૦ જેટલા ભાઈઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો અંગે માર્ગદર્શન મેળવી તાલિમ મેળવી હતી. કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓ ને કીટ પણ વિતરણ કરવામાં આવી હતી. આ તાલીમ ખરેખર હિંગણી મંડળીના ભાઈઓ માટે વ્યાવસાયિક દૃષ્ટિએ ભવિષ્યમાં ફાયદા કારક થશે.
આ કાર્યક્રમના સમાપન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ICAR CIFT વેરાવળના હેડ ડો. આશિષ ઝા અને અતિથિ વિશેષ તરીકે રાહુલભાઈ શિમ્પી સામાજિક કાર્યકર્તા તેમજ સેન્ટર ઓફ એક્સલન્સ ઉકાઈ ના વડા ડો. સ્મિત લેન્ડે હાજર રહેલ રહયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590