રાજ્યમાં હાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરલ એન્કેફેલાઈટીસના કુલ 71 કેસ છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ અને કમિશનરે ગઈકાલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓ, તબીબી અધિક્ષકો, પીડિયાટ્રિક્સ વિભાગના વડા વગેરે સાથે ગઈકાલે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. દરમિયાન ચાંદીપુરા વાઈરલ એન્કેફેલાઈટીસના શંકાસ્પદ, પોઝિટિવ કેસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગે જણાવ્યા મુજબ, રાજ્યમાં અત્યારે શંકાસ્પદ ચાંદીપુરા વાઈરલ એન્કેફેલાઈટીસના કુલ 71 કેસ છે. આ પૈકી સૌથી વધુ 11 કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે. તમામ કેસ પૈકી સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, મોરબી અને વડોદરા જિલ્લામાંથી એક—એક, જ્યારે અરવલ્લી અને મહેસાણામાં બે-બે એમ મળી ચાંદીપુરાના નવ કેસ પોઝિટિવ જણાયા છે. જ્યારે શંકાસ્પદ ચાંદીપુરાના કારણે રાજ્યના 27 દર્દીના મોત નીપજ્યા છે. રાજ્યમાં હાલમાં ચાંદીપુરા વાઈરલ એન્કેફેલાઈટીસના 41 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે ત્રણ દર્દીને રજા આપવામાં આવી છે. આરોગ્યની ટુકડીએ અત્યાર સુધીમાં 17 હજાર 248 ઘરમાં 1 લાખ 21 હજાર 826 લોકોના દેખરેખની કામગીરી પૂર્ણ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590