સોનગઢ તાલુકાના વાડી ભેસરોટ ગામના એક નવયુવાન પ્રદીપભાઈ ઉર્ફે મુન્નાભાઈ ચૌધરીનો પોતાના જન્મ દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાડી ભેસરોટ ગામના ડે.સરપંચ જયેશભાઈ , સભ્ય અલ્પેશભાઈ ગામીત તેમજ ગામના વડીલ ગુમાનભાઈ, પ્રદીપભાઈ, હાબેલભાઈ તેમજ ગામના યુવાનોએ તેમજ આ પ્રદીપભાઈની બે દીકરીઓએ આ મુન્નાભાઈ ના 31 માં જન્મદિને કુલ - 31 ઝાડો વાડી ભેસરોટ ગામના ક્રિકેટ મેદાનમાં ખાલી જગ્યાએ વૃક્ષારોપણ કર્યું હતું.
તેમજ ગામના લોકોએ આ યુવાનને મોંઘીદાટભેટ ,રોકડ ,કેક , કપડા વગેરે ભેટ ન આપી ગામના માણસો વતી 31 માં જન્મદિને વડ, આંબો, ગુલમહોર, આસોપાલવ, પીપળો, બદામ વિગેરે ઝાડોનું ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. આ યુવાન દ્વાર એક વૃક્ષ બે વ્યક્તિને જીવન આપે છે તેવી ચર્ચા કરી જંગલો ખતમ થઇ ગયા છે. અને કુદરતી જંગલોની જગ્યાએ સિમેન્ટના જંગલોનો ફેલાવો થઇ રહ્યો છે. અને આજની ખરાબ પરિસ્થિતિ કે ખરાબ હવામાનનું કારણ જ ગ્લોબલ વોર્મિંગ છે. ગ્લોબલ વોર્મિંગને ધ્યાને લઇ વ્યક્તિદીઠ કે એક પરિવારે પોતાનાં ઘરે/ખેતરે/ખાલી પડેલ જગ્યાએ/પ્લોટ/વાડાના ભાગે એક-એક વૃક્ષ તો ફરજીયાત પણે વાવવું જ અને ઉછેર કરવો જ જોઈએ અને સાથોસાથ તેનું જતન પણ કરવુ જોઈએ તેવું જણાવી ગામના કોઈ પણ નવ યુવાનો કે વડીલોના જન્મદિને ફરજિયાત પણે વૃક્ષારોપણ થાય તેવો ગામવતી નિર્ણય લેવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590