સોનગઢના જુનાઇ ગામમાં માંડવીના યુવકે બાઈક પરથી કાબુ ગુમાવતા,રોડની સાઈડમાં આવેલ ગળનાળામાં બાઈક અથડાતા બાઈક ચાલક યુવકનું મોત થયું હતું જ્યારે એક ને ઈજા થઈ હતી.
માંડવીના વિજયભાઇ ભંગીયાભાઇ ચૌધરી (રહે. કીમડુંગરા ગામ ચાંદની ફળીયું તા .માંડવી જી.સુરત) તથા તેમની સાથે તેમના મિત્ર સંજયભાઇ દેવજીભાઇ ચૌધરી (રહે.ચોરઆંબા ગામ તા.માંડવી જી.સુરત) બાઈક પર સવાર થઈ ઉકાઇ થી માંડવી તરફ જતા રોડ ઉપર પોતાની મોટર સાયકલ લઇને માંડવી તરફ જતા હતા, ત્યારે જુનાઇ ગામની સીમમાં બસ સ્ટેશન પાસે વળાંકમાં મોટર સાયકલ ઉપરનો કાબુ ગુમાવતા રોડની સાઇટમાં આવેલ ગળનાળાની બાજુમાં બાઈક અથડાવી દીધી હતી.મોટર સાયકલ ઉપરથી પડી જતા વિજયભાઈને માથાના પાછળના ભાગે ઈજા થતાં સ્થળ પર તેમનું મોત નિપજ્યું હતું. તેમના સાથે બેઠેલા મિત્ર સંજયભાઇને ઓછી વત્તી ઇજાઓ પહોંચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590