ગુજરાતના દરિયાકાંઠે ચક્રવાતી તોફાન 'બિપરજોય'નું શુક્રવારે લેન્ડફોલ થતાં ભારે તાબાહી જોવા મળી છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં જોવા મળી છે. ભારે પવન અને વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા પર અનેક જગ્યાએ વિશાળ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. જ્યારે જનજીવન પણ અસ્ત-વ્યસ્ત થયું છે.
ગુજરાતના દરિયાકાંઠે ચક્રવાતી તોફાન ‘બિપરજોય’નું (BIPARJOY) શુક્રવારે લેન્ડફોલ થતાં ભારે તાબાહી જોવા મળી છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં જોવા મળી છે. ભારે પવન અને વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા પર અનેક જગ્યાએ વિશાળ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. જ્યારે જનજીવન પણ અસ્ત-વ્યસ્ત થયું છે.
જો કે, તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવતા મોટી જાનહાનિ ટળી અને નુકસાન પણ ઓછું થયું છે. વાવાઝોડું આવતા પહેલા જ કાંઠા વિસ્તારમાં રહેતા હજારો લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સાથે જ પશુ-પક્ષીઓ માટે પણ વન વિભાગની વિવિધ ટીમો તૈયાર કરાઈ હતી. આ વચ્ચે હવે ભારતીય હવામાન વિભાગે મહત્ત્વની આગાહી (FORECAST) કરી છે. વિભાગે ચોમાસા અંગે આ આગાહી કરી છે. વાવાઝોડું જતા ચોમાસાનો માર્ગ મોકળો થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
21 જૂન સુધી ચોમાસું આગળ વધશે
ચોમાસા અંગેની ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, વાવાઝોડું જતા દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં ચોમાસું આગળ વધશે. વિભાગે જણાવ્યું કે, આગામી બે દિવસ બાદ દેશમાં ચોમાસા માટે અનુકૂળ સ્થિતિનું નિર્માણ થશે. ભારતીય હવામાન વિભાગ મુજબ, 21 જૂન સુધીમાં ચોમાસું આગળ વધશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590