ગિફ્ટ સિટીમાં સ્થાપાયેલી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ થશે.
ગુજરાતમાં સરકારે દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે પાટનગરના એક વિસ્તારમાં દારૂને છૂટ આપવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, સરકારે ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીમાંથી દારૂબંધીની પરવાનગી હળવી કરી છે.
સરકારે પ્રેસનોટ જાહેર કરી માહિતી આપી છે કે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક સિટીએ ગ્લોબલ ફાઇનાન્સિયલ અને ટેક્નોલોજીનું હબ છે. ત્યારે ગિફ્ટ સિટીમાં સ્થાપાયેલી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબીશનના નિયમોમાં ફેરફાર કરવા માટે ઉચ્ચ કક્ષાએ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોને કોને પરમિશન મળશે?
પ્રેસનોટમાં જણાવ્યા પ્રમાણે, ગિફ્ટ સિટીમાં કામ કરતા બધા કર્મચારી અને માલિકોને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવશે. જેના દ્વારા વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબમાં લીકરનું સેવન કરી શખાશે. આ સિવાય કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી આવી હોટેલ્સ, રેસ્ટોરાં કે ક્લબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવાની જોગવાઈ કરવામાં આવશે.
વેચાણ કરી શકાશે નહીં
ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે એફએલ3 પરવાના મેળવી શકશે. ગિફ્ટ સિટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ્સ, ક્લબ કે રેસ્ટોરાંમાં લીકરનું સેવન કરી શખશે. પરંતુ વેચાણ કરી શકશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590