Latest News

ગુજરાતમાં ભેજનું પ્રમાણ યથાવત રહેશે, આ વિસ્તારોમાં વરસાદ વરસવાની છે આગાહી

Proud Tapi 23 Dec, 2023 04:24 AM ગુજરાત

ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં ભેજનું પ્રમાણ યથાવત રહેવાનું હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે તાપમાનમાં મોટા ફેરફાર ન થતા ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. તો આજે સવારના સમયમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ કેન્દ્ર, હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે,  આજે  સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાનું અનુમાન છે. જ્યારે દક્ષિણ ગુજરાતમનાં પણ કેટલાક પ્રદેશોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. આ સાથે તેમણે કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ થશે તે અંગેની માહિતી આપતા જણાવ્યુ કે, સૌરાષ્ટ્રમાં કચ્છ અને જામનગરમાં કડાકા ભડાકા સાથે વરસાદ થવાની આગાહી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારીમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.

માહિતી એવી પણ મળી રહી છે કે, જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે. આ ઉપરાંત આગામી બેથી ત્રણ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહી થાય. આ ઉપરાંત તેમણે માહિતી આપતા જણાવ્યુ કે, અરબી સમુદ્રમાંથી ભેજવાળા જે પવનો આવી રહ્યા છે જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે. શુક્રવારે આમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર ન થવાની શક્યતા છે. નલિયામાં 11થી 14 ડિગ્રી તાપમાન નોંધાવવાની શક્યતા છે. જયારે અમદાવાદમાં 15થી 17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશે ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, 23મી ડિસેમ્બરના રોજ ફરીથી વાતાવરણ ખુલ્લું થઇ જશે તેમ પણ જણાવ્યુ છે. આ સાથે તેમણે આગાહીમાં જણાવ્યુ છે કે, નજીકના ભવિષ્યમાં માવઠાની શક્યતા દેખાતી નથી. આ સાથે તેમણે કહ્યુ કે, વાદળોમાં કાત્રો બંધાય અને ઘાટા વાદળો બંધાય એટલે તેના 225 દિવસ પછી વરસાદ થવાની શક્યતા હોય છે. એટલે આપણને 19થી 27 જુલાઇ સુધી ચોમાસા દરમિયાન વરસાદનો લાભ મળશે. આવનારા વર્ષમાં 27 જુલાઇની આસપાસ હાલ બંધાયેલા કાત્રાને કારણે આપણને લાભ થશે. જેથી આ કાત્રો થયો તે આપણા માટે સારી બાબત છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post