Latest News

એઆઇથી નોકરીઓ નહીં જાય પણ કામ કરવાની પદ્ધતિ બદલાશે: મોદી

Proud Tapi 12 Feb, 2025 10:28 AM ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના પેરિસમાં એઆઈ એક્શન સમિટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વિકાસ અંગે સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આપણે એઆઈ ટેક્નોલોજીના વિકાસની સાથે તેના ઉપયોગથી થતી છેતરપિંડીથી પણ સતર્ક રહેવું જાેઈએ. એઆઈના કારણે નોકરી ગુમાવવાનો કોઈ ભય નથી, પરંતુ નોકરી કરવાની પદ્ધતિમાં મોટા ફેરફારો જરૂર થશે. આપણે આ માટે તૈયાર રહેવાની જરૂર છે.

એઆઈના ભવિષ્ય વિશે વાત કરતા મોદીએ જણાવ્યું હતું કે, એઆઈ ઝડપથી આગળ વધી રહ્યું છે.આ ક્ષેત્રે ભારત તેના અનુભવ અને કૌશલ્યની ભાગીદારી કરવા સજ્જ છે. એઆઈનું ભવિષ્ય ઉજ્જવળ છે, પરંતુ તે અન્ય કરતાં અલગ ટેક્નોલોજી હોવાથી તેમાં સતર્ક રહેવાની જરૂર છે.ભારત એઆઈ અપનાવવાની સાથે ટેક્નો-લીગલના આધારે ડેટા પ્રાઈવસી રાખવામાં પણ આગળ છે. અમે જાહેર કલ્યાણ માટે એઆઈ એપ્લિકેશન્સ વિકસિત કરી રહ્યા છીએ.ભારતે પોતાના ૧.૪ અબજથી વધુ લોકો માટે ઓછા ખર્ચે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. જાે કે, આપણે એઆઈ સંબંધિત મુદ્દા ઉકેલવા માટે વૈશ્વિક માપદંડોની જરૂર છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એઆઈએ અમારું અર્થતંત્ર, સુરક્ષા અને સમાજને નવો આકાર આપ્યો છે. એઆઈ આ સદીમાં માનવતાના સિદ્ધાંતો એટલે કે હ્યુમન કોડ લખી રહ્યું છે. આપણે આપણા સંસાધનો અને પ્રતિભાઓને એકમંચ પર લાવવી જાેઈએ. ઓપન સોર્સ સિસ્ટમ વિકસિત કરવી જાેઈએ, જે વિશ્વાસ અને પારદર્શકતાને પ્રોત્સાહન આપે. આપણે સાયબર સુરક્ષા, ખોટી માહિતી તેમજ ડીપફેક સંબંધિત ચિંતાઓને પણ દૂર કરવી જાેઈએ.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, એઆઈના લીધે ઘણા લોકોને નોકરી ગુમાવવાનો ભય છે. પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે, ટેક્નોલોજીના કારણે કામ ગુમાવવું પડતું નથી, પરંતુ કામ કરવાની રીત બદલાય છે. નવી નોકરીઓનું સર્જન થાય છે. ભવિષ્ય માટે આપણે લોકોના સ્કિલ અને રિ-સ્કિલમાં રોકાણ કરવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ત્રણ દિવસના પ્રવાસે ફ્રાન્સ પહોંચ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું જ્યારે તેઓ પેરિસમાં એલિસી પેલેસમાં ડિનર માટે પહોંચ્યા. ડિનરમાં ટેક્નોલોજી ક્ષેત્રના ઘણા સીઈઓ અને સમિટમાં આમંત્રિત અન્ય ઘણા મહાનુભાવોએ હાજરી આપી હતી. ઇમેન્યુઅલ મેક્રોન સાથેની મુલાકાત પર પીએમ મોદીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે, પેરિસમાં મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનને મળીને આનંદ થયો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post