Latest News

વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI મોહનભાઈ રાઠોડ નિવૃત થતા અપાયું વિદાયમાન

Proud Tapi 02 May, 2023 05:43 AM ગુજરાત

વાલોડ પોલીસ સ્ટેશન ખાતે એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા મોહનભાઈ રાઠોડ જે "જાદુગર"ના નામથી જાણીતા છે.ગત તારીખ ૩૦મી એપ્રિલના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે.તેઓ જાદુગર અને ડાંસર તરીકે પોતાની કારકિર્દીમાં આગળ વધારવા માંગતા હતા પરંતુ  તે દરમ્યાન પોલીસ ભરતી આવતા તે પોલીસની ભરતીમાં જોડાયા હતા અને  માતા પિતાની ઈચ્છાને માન આપી પોલીસ વિભાગમાં પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવી હતી.

તેમણે પોલીસમાં  1991 ની સાલથી નોકરીની શરૂઆત કરી હતી.1991 માં પહેલી પોસ્ટિંગ બારડોલી ખાતે થયેલ હતી બાદમાં કામરેજ,ઓલપાડ ત્યારબાદ   વાલોડ,એલ.સી.બી.તાપી, એસ. ઓ.જી.તાપી વગેરે મા નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ અદા કરી હતી.

મોહનભાઈ પોલીસ બેડામાં "જાદુગર"ના હુલામણા નામથી ઓળખાય છે, તેઓ ભલે પોલીસમાં ફરજ બજાવતા હતા, પરંતુ વાલોડ ગામમાં તેમનો ગ્રામજનો સાથે ઘરોબો હતો.ગતરોજ પોલીસ અને ગ્રામજનોએ મોહનભાઈ ને વિદાય કરવા સન્માન સમારોહ નું આયોજન કર્યું હતું જેમાં અધ્યક્ષ સ્થાને  પીએસઆઇ એન. જે.પંચાલના હાજર રહ્યા હતા.તેમજ ગ્રામજનો,પોલીસ પરિવાર અને મોહનભાઈ ના સગા સબંધીઓ  હાજર રહ્યા હતા.મોહનભાઈએ તેમની કારકિર્દીમાં જે સાથ સહકાર આપેલ છે તથા જૂના સ્મરણો યાદ કર્યા હતા,પોલીસ સ્ટાફ,સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ,મુસ્લિમ સમાજ વાલોડ દ્વારા પુષ્પ ગુચ્છ, મોમેન્ટો,ગિફ્ટ આપી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તેમની પુત્રી ભૂમિ રાઠોડ દ્વારા એન્જિનિયરિંગ સાથે જાદુગરના શોખ હોય તેમણે આ પ્રસંગે અનેક કરતબ બતાવ્યા હતા.તેમજ જાદુગર મોહનભાઈ રાઠોડ એ પણ આ અવસરે જાદુગરી બતાવી હતી.તેમજ ત્યાં ઉપસ્થિત સૌ એ  નિવૃત્તિ અવસરે  સ્વસ્થ અને નિરોગી રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post