Latest News

તાપી જિલ્લાના 28 ગામના ખેડૂતો વિફર્યા,જીવ આપશુ પણ એક ઇંચ પણ જમીન નહીં આપીએ

Proud Tapi 02 May, 2023 02:04 PM રાષ્ટ્રીય

તાપી જિલ્લામાંથી વ્યારા અને ડોલવણ તાલુકાના 28 જેટલા ગામોમાં આદિવાસી વિસ્તારમાં ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન ઉપર વાપી-શામળાજી 'નેશનલ હાઈવે ૫૬'  પર અનેક જગ્યાએ બાયપાસ હાઇવે માટે ખેડૂતોની ખેતીલાયક જમીન નું સંપાદન થવાનું છે.તેને લઈને અહીંના ગરીબ અને લાચાર આદિવાસી ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આજે તાપીના વ્યારામાં આદિવાસી આગેવાનો અને અસરગ્રસ્ત ખેડૂતો આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ તેમજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા,માજી ધારાસભ્ય અમરસિંહભાઈની  ઉપસ્થિતિમાં જમીન સંપાદનના વિરોધ માં ધરણાં પ્રદર્શન યોજાયું હતું.

આદિવાસી આગેવાનોએ હાઇવે ઓથોરિટી અને સ્થાનિક તંત્ર સાથે ચર્ચા વિચારણા કરવા જમીન સંપાદન ન થાય તે માટે આદિવાસી આગેવાનોને તંત્ર દ્વારા સમય ફાળવવામાં આવ્યો હતો.જેના  ભાગરૂપે આજે કલેકટર કચેરી પર મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ના અસરગ્રસ્ત ખેડૂતો તેમજ કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને જમીન સંપાદનનો ભારે વિરોધ કર્યો હતો.

તાપી જિલ્લાના વ્યારા તેમજ ડોલવણ તાલુકાના 'નેશનલ હાઈવે ૫૬' ના અસરગ્રસ્ત ખેડૂતો તેમજ ગામના લોકોમાં ઘણા સમયથી ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે.ત્યારે સ્થાનિક તંત્રએ જે-તે ગામના હોદ્દેદારો સાથે અસરગ્રસ્ત ગામમાં જમીન સંપાદનને લઇને ગેરકાયદેસર રીતે ઠરાવ કર્યા હોવાના આદિવાસી આગેવાનોએ આક્ષેપ કર્યા છે. તેમજ હાઇવે માટે એક ઈંચ જમીન પણ હવે ખેડૂતો આપવા તૈયાર નથી અને જૂના હાઇવેને પહોળો કરવામાં આવે તેવી તંત્રને આદિવાસી આગેવાનો એ હાંકલ કરી છે. આગામી દિવસોમાં તાપી જિલ્લામાં મહાપંચાયત સહિત 'નેશનલ હાઇવે ૫૬ માં' આવતા તમામ જિલ્લામાં આદિવાસીઓ દ્વારા મીટિંગ બોલાવવાની પણ તૈયારી બતાવી છે.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post