ડોલવણ તાલુકાના ગારવણ, અંતાપુર અને ધામણદેવી જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી પૂર્ણા નદીમાંથી લીઝધારકો દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે, પરંતુ તાપી જિલ્લા ખાણ ખનીજ વિભાગ તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.ઉલ્લેખનીય છે કે ડોલવણ તાલુકમાં ગેરકાયદેસર માટી ખનન અને રેતી ખનન ના બનાવો બનતા રહે છે તેમ છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
ગારવણ,અંતાપુર અને ધામણદેવી જેવા ગામોમાંથી પૂર્ણા નદી પસાર થતી હોવાથી અહીંના કેટલાક સરકારી બાપુ દ્વારા તેમના નામી -બેનામી લોકોના નામે નાની નાની લીઝો નું પરમિશન લઇને મોટા પ્રમાણમાં રેતી ખનન કરીને ગેરરીતિ આચરવામાં આવે છે.
તેમજ રાજકીય પક્ષો દ્વારા બની બેઠેલા મોટા નેતાઓના સીધા આશીર્વાદથી આ તમામ રેતી ખનન કરવામાં આવતું હોય તેવી લોકચર્ચા ઉઠવા પામી છે. રાજકીય પક્ષોની ભલામણ ને કારણે રેતી ખનન ના નિયમો નું પાલન કરવામાં નથી આવતું.
કાયદાનું ભાન રાખ્યા વગર રેતી માફિયાઓ દ્વારા બેફામ રીતે કોઈપણ પ્રકારની રોયલ્ટી વગર ટ્રકોમાં ઓવરલોડિંગ રેતી ભરવામાં આવે છે.અને જિલ્લાની બહાર અથવા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને અથવા બિલ્ડરોને આ રેતીનું વેચાણ કરવામાં આવે છે.અને સીધેસીધો સરકારી તિજોરીને ચૂનો લગાવવામાં આવે છે.
ભેજાબાજ રેતી માફિયાઓ દ્વારા અમુક ટકા રોયલ્ટી એડવાન્સ માં કાઢીને રાખવામાં આવે છે અને તે ન જેવી રોયલ્ટી નો ઉપયોગ કરીને સરકારી તંત્રના અધિકારીઓ સાથે સેટિંગ ડોટ કોમ ચલાવીને મસમોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે.
સ્થાનિક તંત્રના અધિકારીઓએ પોતાની પ્રામાણિકતા સાબિત કરવી હોય તો ડોલવણ તાલુકાની અંદર લીઝ ધારકો પાસે જઈ સ્થળ તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે અને જો યોગ્ય તપાસ કરવામાં આવે તો શરતભંગ અંગેના કેટલાય ગુન્હા સામે આવે તેમ છે.તેમજ રેતી માફિયાઓ દ્વારા કેટલા પ્રમાણમાં રેતી ખનન કરવામાં આવે છે અને કેટલા પ્રમાણમાં રેતી ની રોયલ્ટી બતાવવામાં આવે છે તે અંગે પણ સ્પષ્ટતા જોવા મળે તેમ છે.
રાજકારણીઓના નાની અને બેનામી બની બેઠેલા કેટલાક વ્યક્તિઓ અને અધિકારીઓના લાડકા એવા રેતી ચોરટાઓ ના જો ત્રણ મહિનાના કોલ રેકોર્ડ કાઢવામાં આવે તો કઈ કેટલાય મોટા માથા અને મોટા કદના નેતાઓ તેમજ સરકારી ખુરશી ગરમ કરતા અધિકારીઓ ની મિલી ભગત ની પોલ ખુલી જાય એ સો ટકા ની વાત છે.
નવનિર્મિત કલેકટર દ્વારા જો પારદર્શક તપાસ કરવામાં આવે તો કેટલાક અધિકારીઓ ઘરભેગા તો થશે જ પણ ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું સપના જોનાર શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના જ સરકારી તંત્ર અને સરકાર સાથે મોટા હોદ્દા એ જોડાયેલ નેતાઓના પણ ઘર ભેગો થવાનો સમય આવી શકે તેમ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590