વ્યારા થી ડોલવણ જતા રસ્તેથી પાટી ગામના દંપતી અંબાચ જઈ રહ્યા હતા તે સમયે બાઇકસવાર દંપતી ટ્રકના પાછળના ભાગે અથડાઈ જતા, પતિ પત્નીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
વ્યારા તાલુકાના બામણામાળ નજીક ગામની સીમમાંથી પસાર થતો વ્યારા થી ડોલવણ તરફ જતા રોડ ઉપર ટાટા ટ્રક નં- MH-40-C D-5843 રસ્તાની વચ્ચે બેદરકારી પૂર્વક ટ્રક ઉભી રાખી ટ્રકની પાછળ કોઈ પણ જાતની આડસ રાખેલ નહી કે,તેના ક્લિનરને સિગ્નલ બતાવો ઉભો રાખેલ નહી તેમજ ટ્રકના પાછળ કોઈ પણ જાતની સિગ્નલ લાઇટ ચાલુ રાખી ન હતી તે દરમિયાન મોટર સાયકલ નં- GJ-21-AP-6336 નાં ચાલક ભાવિકભાઇ રાજેન્દ્રભાઈ ગામીત(રહે.નિશાળ ફળીયુ,ગામ.પાટી તા.વ્યારા જી.તાપી )ને ઉભી ટ્રક ન દેખાતા,ટ્રકના પાછળના ભાગે મોટર સાયકલ અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ભાવિકને માથાના ભાગે તથા તેમની પત્ની મયુરિકા બેન ને ગંભીર ઇજાઓ થતા સ્થળ પર જ દંપતીનું મોત નીપજ્યું હતું.જોકે ટ્રક ચાલક ટ્રક લઈ નાસી છૂટ્યો હતો.જે અંગેની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધવામાં આવી છે.તેમજ આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590