વ્યારાના ટીચકપુરા સર્કલ પાસે ટાટા કંપનીના ટેમ્પો ચાલકે બાઈકને અડફેટે લેતા બાઇક સવાર બે યુવાનોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.વ્યારા તાલુકાના ટીચકપુરા ગામના સર્કલ પાસે ટાટા કંપનીનો ટેમ્પો રજી. નં.GJ-19-Y-2820 ના ચાલક સુરેન્દ્રભાઈ શ્યામસિંહ રાઠોડ ટ્રક ને ગફલત ભરી રીતે અને પૂર ઝડપે હંકારી લાવી મોટરસાયકલ નં.GJ-26-R-8879 ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર જયદીપ ચીમનભાઈ ચૌધરી અને મીત જ્ઞાનેશ્વરભાઈ ચૌધરીને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.પરંતુ સારવાર દરમિયાન બંને યુવકોના મોત થયા હતા. અંગેની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધવામાં આવી હતી તેમજ આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590