સુરત થી માલેગાવ જતી એસ.ટી.બસ ઓટા ગામની સીમમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મહારાષ્ટ્ર તરફથી એક ટ્રક રોંગ સાઈડમાં સામે આવતા બસ ચાલકે બસ નો બચાવ કરવા જતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા રસ્તાની બાજુમાં આવેલ ઊંડા કિયારામાં બસ પલટી મારી ગઈ હતી. જોકે સ્થાનિકોએ બસમાં સવાર 35 મુસાફરો નો આબાદ બચાવ કર્યો હતો.
સુરત થી મલોગાંવ જતી એસ. ટી. બસ રજી નં. GJ - 18 - Z- 8936 જેમાં ૩૫ જેટલા મુસાફરો સવાર હતા.એસ. ટી.બસ ઓટા ગામની સીમમાંથી પસાર થઈ રહી હતી તે વેળાએ મહારાષ્ટ્ર તરફથી સામેથી ફુલ સ્પીડમાં રોંગ સાઇડે એક ટ્રક આવતા,બસ ડ્રાઇવરે બસ ને બચાવવા જતા બ્રેક મારતા રસ્તાની કિનારીએ જમીન પુરાણ કરેલ હોવાથી બસના ડ્રાઇવરે તેમનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો.જે બાદ રસ્તાની બાજુમાં આવેલ ઉંડા કિયારામાં એસ.ટી બસ પલટી મારી ગઈ હતી. ત્યારે સ્થાનિકોએ મુસાફરોનો આબાદ બચાવ કર્યો હતો. જોકે અકસ્માતમાં સાતેક જેટલા મુસાફરોને ઓછી વતી ઇજા પહોંચી હતી. તેમજ બસને આશરે રૂ.૪૫,૦૦૦/- જેટલાનું નુકશાન થયું હતું. આ અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધવામાં આવી છે જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590