તાપી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વ્યારા ખાતે આવેલ કે.કે.કદમ કન્યા વિદ્યાલયના વિધવા મહિલા આચાર્યને પેન્શન કેસ મામલે હેરાન પરેશાન કરીને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોય , તેવા આક્ષેપો સાથે આચાર્યએ તાપી જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે.
તાપી જિલ્લાના મુખ્ય મથક એવા વ્યારા ખાતે આવેલ કે.કે. કદમ કન્યા વિદ્યાલય ના આચાર્ય સંગીતાબેન નગીનભાઈ ચૌધરી તા.31/05/2024 ના રોજ નિવૃત્ત થનાર છે.ત્યારે નિવૃત્તિ બાદ સરકારી નિયમાનુસાર કર્મચારીને પેન્શન મળવાપાત્ર હોય છે ,જે પેન્શન મેળવવા માટે રીટાયર્ડ પહેલા જરૂરી દસ્તાવેજો કાર્યવાહી તથા જરૂરી પૂરતા શિક્ષણ વિભાગમાં કરવાની હોય છે.ત્યારે આચાર્ય દ્વારા તમામ જરૂરી દસ્તાવેજો ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા.પરંતુ કોઈ ક્વેરી આવતા પત્ર પરત મોકલવામાં આવ્યો હતો .ત્યારે આ ક્વેરી તાપી જિલ્લા શિક્ષણ અધિકારીએ સંબંધિત આચાર્યને જાણ કરી ઉકેલવાની હોય છે અને પેન્શનની ફાઈલ તથા પત્ર ગાંધીનગર ખાતે મોકલવાના હોય છે.પરંતુ અહીં પેન્શનની ફાઈલ તથા પત્ર બદ ઇરાદા પૂર્વક આચાર્ય ને હેરાન પરેશાન તથા માનસિક ત્રાસ આપવા તથા નુકસાન પહોંચાડવાના હેતુથી જિલ્લા શિક્ષણાધિકારી એ પેન્શન કેસ તથા પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ વગેરેની ક્વેરી નું નિરાકરણ કરીને ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ નથી તેવા આક્ષેપો મહિલા આચાર્ય દ્વારા કરવામાં આવી રહ્યા છે.
ત્યારે જિલ્લા કલેકટર દ્વારા પેન્શન કેસ ફાઈલ ક્લિયર કરી આપવામાં આવે તેવો હુકમ જિલ્લા શિક્ષણાધિકારી ને કરવામાં આવે તેવી માંગ સાથે વિધવા મહિલા આચાર્યએ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી. તેમજ આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે, તેવી ચીમકી પણ આચાર્ય દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
તાપી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિધવા મહિલા આચાર્યને પેન્શન કેસ મામલે માનસિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપો,મહિલા આચાર્ય દ્વારા ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી! , એક મહિલા જિલ્લા શિક્ષણાધિકારી કેમ એક વિધવા મહિલા આચાર્યને હેરાન કરે છે તે એક તપાસ નો વિષય બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590