ડાંગ જિલ્લાના પરંપરાગત તથા ઐતિહાસિક ડાંગ દરબારનો લોકમેળો મ્હાલવા આવતા પ્રજાજનોની સુવિધા વધારતા, આહવાના એસ.ટી.ડેપો દ્વારા ખાસ વધારાના બસ રૂટ શરૂ કરવાનું આયોજન હાથ ધરાયુ છે.
આહવા ખાતે તા.૨૦ થી ૨૪ માર્ચ, ૨૦૨૪ દરમિયાન આયોજિત ડાંગ દરબારના મેળામાં, જિલ્લા તથા જિલ્લા બહારથી આવતા મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે, વલસાડના વિભાગીય નિયામક એન.એસ.પટેલ દ્વારા આગોતરું આયોજન હાથ ધરી, વધારાની એક્સ્ટ્રા સર્વિસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે જરૂરી વધારાની બસો તેમજ ક્રૂ, અન્ય ડેપોએથી ફાળવી ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાથી, તેમજ શહેરી વિસ્તારોમાથી ડાંગ દરબારના મેળામાં આવતા મુસાફરોને વધુ સુવિધાઓનો લાભ ઉપલબ્ધ કરાવાશે.
આ સેવા સુવિધાઓનો લાભ લેવા માટે આહવા એસ.ટી.ડેપોના મેનેજર શ્રી કિશોરભાઈ પરમારે અનુરોધ કર્યો છે. પરમારના જણાવ્યા અનુસાર આગામી તા.૨૦મી માર્ચથી શરૂ થતા આહવાના ડાંગ દરબાર મેળામાં એસ.ટી. ડેપો-આહવા દ્વારા તેના નિયમિત સંચાલનની સાથો સાથ વધારાની એક્સ્ટ્રા સર્વિસ દોડાવી, નિગમના વર્તમાન નિયમોનુસાર ભાડું લઈ સંચાલન હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત ટ્રાફિક નિયમનના સંજોગોને ધ્યાને રાખી નક્કી કરાયા મુજબ વઘઇ, વાંસદા, પિંપરી, કાલિબેલ, વ્યારા તરફનું સંચાલન પેટ્રોલ પંપ, ફોરેસ્ટ નાકા તરફથી, તેમજ શામગહન, સાપુતારા, સોનગઢ, સુબીર તરફનું સંચાલન સાપુતારા નાકા તરફથી હાથ ધરાશે. જેનો લાભ લેવા અને જાહેર હિતમાં હાથ ધરાયેલી આ વ્યવસ્થાઓનો લાભ લેવા પણ જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590