Latest News

આહવા એસ.ટી.ડેપો દ્વારા આહવા થી ગાંધીનગર નો વધારાનો રુટ શરૂ કરાયો

Proud Tapi 18 Aug, 2023 03:20 AM ગુજરાત

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા થી, રાજ્યના પાટનગર ગાંધીનગર જતા-આવતા મુસાફરો જનતાની સુવિધા માટે આહવા-ગાંધીનગર નો વધારાનો એક રુટ શરૂ કરવામાં આવ્યો છે.

આહવાના  ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમાર તરફથી મળેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લા માંથી રોજબરોજ ઘણા વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ/અધિકારીઓ, તથા આમ પ્રજાજનો પાટનગર ગાંધીનગર સુધી જુદા જુદા પ્રસંગે, સરકારી કામે, કે અભ્યાસાર્થે આવતા-જતા હોય છે. જેમની માંગણી અને લાગણી પ્રત્યે ડાંગ કલેક્ટર મહેશ પટેલ તથા એસ.ટી.ડિવિઝન- વલસાડના વિભાગીય નિયામક  એન.એસ.પટેલે હકારાત્મક અભિગમ દાખવતાં, આહવાથી ગાંધીનગર નો એક વધુ રુટ શરૂ કરી, મુસાફર જનતાને તેનો લાભ લેવા અનુરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તા.૧૭/૮/૨૦૨૩ થી શરૂ કરાયેલી આ બસ આહવાથી દરરોજ સવારે ૧૦:૧૫ કલાકે વાયા પિંપરી, કાલીબેલ, ભેંસકાતરી, વ્યારા, બારડોલી. સુરત, વડોદરા, અમદાવાદ થઈ રાત્રે ૨૧:૦૦ કલાકે ગાંધીનગર પહોંચી રાત્રિ મુકામ કરશે. જે બીજા દિવસે સવારે ૬:૩૫ કલાકે ગાંધીનગરથી નીકળી વાયા અમદાવાદ, વડોદરા, સુરત, બારડોલી, વાલોડ, બુહારી, ઉનાઇ, વાંસદા, વઘઇ, પિંપરી થઈ સાંજે ૧૭:૨૦ કલાકે આહવા આવી પહોંચશે.

-

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post