સરકાર દ્વારા તાપી જિલ્લામાં ગુડ્સ એન્ડ ટ્રેન સહિતના અનેક પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ પ્રોજેક્ટ ના કારણે જમીન સંપાદન અને પર્યાવરણને નુકસાન પહોંચે તેમ છે,જેના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા વિરુદ્ધ નોંધવામાં આવી રહ્યો છે. જેને લઈને આદિવાસી પણ છે એ તાપી જિલ્લા કલેકટરને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યું હતું અને તમામ પ્રોજેક્ટ રદ કરવા માટે માંગણી કરવામાં આવી હતી.
તાપી જિલ્લો એ આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને પાંચમી અનુસૂચિમાં સમાવિષ્ટ છે. અત્યારે સરકાર દ્વારા કોઈપણ પ્રોજેક્ટ લાવવાનો હોય તો ગ્રામસભામાં તે અંગેનું ઠરાવ કરવાનો હોય છે અને પરવાનગી લેવાની હોય છે. પરંતુ અહીં કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના ભરતમલા, હાઇવે નંબર 56, વેદાંતા, તાપી પાર રીવર લિંક પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યા છે. તેમજ ગુડ્સ એન્ડ ટ્રેન પ્રોજેક્ટ માં ડોલવણ,વ્યારા,વાલોડ અને સોનગઢના કુલ 44 ગામોમાંથી ગુડ સ્ટેન્ડ લાવીને આદિવાસી ને વિસ્થાપિત કરવાનું કાવતરું રચવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ તમામ પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાંથી રદ કરવામાં આવે તેવી માંગ સાથે આદિવાસી પંચ એ જિલ્લા કલેકટરને સંબોધતું આવેનપત્ર પાઠવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590