જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આતંકવાદી અફઝલ ગુરુના નામે રાજકીય હોબાળો મચી ગયો છે.ઓમર અબ્દુલ્લાના વિવાદાસ્પદ નિવેદન વચ્ચે, 2001 સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુના ભાઈએ જાહેરાત કરી છે કે તે વિધાનસભા ચૂંટણી લડશે. અફઝલ ગુરુના ભાઈનું નામ એજાઝ છે અને તેણે જમ્મુ-કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે સોપોરથી ઊભા રહેવાની જાહેરાત કરી છે.એજાઝે કહ્યું કે મારે ચૂંટણી કેમ ન લડવી જોઈએ… જ્યારે હું ભાઈ અફઝલ ગુરુના નામ પર વોટ નહીં માંગું.
સોપોરની બેઠક એક સમયે અલગતાવાદી નેતા અને જમાતના વિચારક સૈયદ અલી શાહ ગિલાનીનો ગઢ માનવામાં આવતી હતી. અફઝલ ગુરુના ભાઈ એઝાઝ કોઈપણ પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવી નથી પરંતુ તેણે ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે અને તે અપક્ષ તરીકે ચૂંટણી લડશે,એમ તેમણે જણાવ્યું હતું. હિન્દુસ્તાન ટાઈમ્સના આ અહેવાલ મુજબ એઝાઝે કહ્યું,'હું સોપોરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ.જ્યારે દરેક જણ ચૂંટણી લડે છે તો હું કેમ ન લડું? મારી વિચારધારા મારા ભાઈથી અલગ છે.નવ મહિના પહેલા ખોટા કેસમાં પકડાયેલા મારા પુત્ર શોએબ સહિત જે યુવાનોને ખોટા કેસમાં પકડવામાં આવ્યા છે તેમના માટે હું લડત આપીશ.પશુપાલન વિભાગમાં કામ કરતા એજાઝે 2014માં વીઆરએસ લીધું હતું.
ઉલ્લેખનિય છે કે, 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ પર હુમલાને અંજામ આપવામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને મદદ કરનાર અફઝલને ફેબ્રુઆરી 2013માં તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી.આ પછી તેને દફનાવવામાં આવ્યો.આ આતંકવાદી હુમલામાં નવ લોકો માર્યા ગયા હતા.
'હું સાબિત કરીશ કે મારા દીકરાએ કંઈ ખોટું કર્યું નથી...'
58 વર્ષીય એજાઝે કહ્યું કે તેમના પુત્રની નવ મહિના પહેલા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તે હજુ પણ જેલમાં છે. તેણે કહ્યું, 'જ્યારે એન્જિનિયર રાશિદના પુત્ર અબરાર રાશિદે તેના પિતા માટે પ્રચાર કર્યો હતો, તો હું પૂણેમાં અભ્યાસ કરી રહેલા મારા પુત્ર માટે પ્રચાર કેમ ન કરી શકું? હું સાબિત કરીશ કે મારા દીકરાએ કંઈ ખોટું કર્યું નથી.
મારા ભાઈના નામે વોટ નહીં માંગું...'
એજાઝે કહ્યું કે તે તેના ભાઈના નામ પર વોટ નહીં માંગે કારણ કે 'મારી વિચારધારા અલગ છે.' હું માનું છું કે કાશ્મીરની જનતાને દરેક રાજનેતાએ દગો આપ્યો છે, કેટલાક ઓટોનોમીના નામે તો કેટલાકે 'આઝાદી'ના નામે. બધાએ કાશ્મીરની જનતા સાથે દગો કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590