ગુજરાતમાં ગરમીનો પ્રકોપ દેખાવા લાગ્યો છે.સોમવારે,અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું,જે રવિવાર (40.5) કરતા વધુ હતું. રાજ્યના સાત શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું હતું.
અમદાવાદ શહેરમાં સવારથી જ અસહ્ય ગરમી જોવા મળી હતી. બપોર સુધીમાં શહેરનું તાપમાન 41.9 ડિગ્રીએ પહોંચી ગયું હતું. ગરમીની વધતી જતી અસરને કારણે શહેરના માર્ગો પર વાહનોની સંખ્યા સામાન્ય દિવસોની સરખામણીએ ઓછી રહી હતી. ગરમીની અસર બજારો પર પણ જોવા મળી હતી. અન્ય શહેરોમાં પણ રવિવાર કરતાં તાપમાન વધુ હતું.
અમરેલી 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું હતું.રાજકોટ અને ગાંધીનગર માં મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી, કચ્છ જિલ્લાના કંડલામાં 40.3, વડોદરામાં 40.2 અને સુરતમાં 39.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણથી ચાર દિવસ સુધી તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590