મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલાઓને સામાજિક,આર્થિક,માનસિક અને શારીરિક રીતે સંપન્ન બનાવવા તથા તેઓ સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જે અંતર્ગત મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વનાં પરિબળો જેવા કે સુરક્ષા,સ્વાવલંબન,કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ડાંગ જિલ્લામાં તારીખ ૧ થી ૮ ઓગસ્ટ ૨૦૨૪ દરમ્યાન નારી વંદન ઉત્સવની ઉજવણી થઈ રહી છે.
આ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૫મી ઓગસ્ટના રોજ ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબિર તાલુકામાં “મહિલા નેતૃત્વ દિવસ” દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આહવા તાલુકા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, વઘઇ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ શ્રી ચંદરભાઇ એમ.ગાવિત તેમજ સુબિર તાલુકામાં તાલુકા પંચાયત ખાતે પ્રમુખ શ્રીમતી રવિનાબેન ગાવિતના અધ્યક્ષ સ્થાને “મહિલા નેતૃત્વ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્યો તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિતિમાં રહ્યા હતા. આ કાર્યક્રમમાં પશુપાલન, ખેતી, સખી મંડળ જેવા વિવિધ ક્ષેત્રે સમાજમાં સિધ્ધિઓ મેળવનાર મહિલાઓને શાલ ઓઢાડી તથા પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590