Latest News

આજી-૨ ડેમ ભરાયો : ચાર દરવાજા ખોલાયા, હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના

Proud Tapi 17 Jun, 2023 06:52 PM ગુજરાત

આજી-૨ ડેમ ભરાયો: ચાર દરવાજા ખોલાયા, હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના રાજકોટવાસીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. વાવાઝોડામાં થયેલ વરસાદને કારણે રાજકોટની આજી-૨ છલકાઈ ગઈ છે. આજી – ૨ છલકાતા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા રહેવાસીઓને એલર્ટ કરવામાં આવ્યા છે.અને લોકોને સાવચેત રહેવા સૂચન આપવામાં આવી  છે.

ફોકલ ઓફિસર અને અધિક્ષક ઈજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ, ફ્લડ સેલ તરફથી જણાવાયા મુજબ, રાજકોટ તાલુકાના માધાપર ગામ પાસેનો આજી-૨ ડેમ તેની નિર્ધારિત સપાટીએ પૂર્ણ ભરાઈ ગયેલ હોવાથી ડેમના ચાર દરવાજા ૧.૫ ફુટે ખોલવામાં આવ્યા હતા, હતા. જે વધારીને ૧૪ દરવાજા ૧.૫ ફુટ આઠ કલાકે ખોલવામાં આવશે. ડેમમાં ૨૨૦૦ ક્યુસેકના પ્રવાહની આવક છે અને ડેમમાંથી 2200 ક્યુસેક નો પ્રવાહ છોડવામાં આવશે. જળાશયની ભરપૂર સપાટી 73.76 મીટર છે અને હાલની સપાટી 68 મીટર છે આથી પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા તથા જુના નારણકા ગામના લોકોએ નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post