તાપી જિલ્લો એક એવો જિલ્લો છે કે જ્યાં અંતરિયાળ જંગલોમાં પૌષ્ટિક અને આયુર્વેદિક શાકભાજીઓ આવેલી હોય છે.ચોમાસા દરમિયાન તાપીના જંગલોમાં ઘણી એવી ઔષધીઓ અને વનસ્પતિઓ મળતી હોય છે,જે દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ સારી હોય છે.અને આવી જ એક શાકભાજી છે "અળમી",આ એક જાતનું મશરૂમ કે જે તાપી જિલ્લામાં ચોમાસા દરમિયાન ખેતરો અને જંગલોમાં થાય છે.
તાપી જિલ્લામાં ચોમાસા દરમિયાન મળતી અળવીના ભાવ 800 થી 1000 રૂપિયે કિલો છે. "અળમી" એટલેકે એક જાતનું મશરૂમ ચોમાસા દરમિયાન થતા મશરૂમની એક જાતિ છે,જે ખાવામાં પૌષ્ટિક હોય છે અને શરીરના માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.તાપી જિલ્લાના અંતરિયાળ જંગલોમાં અને ખેતરોમાં આ જોવા મળે છે.આદિવાસી લોકો તેને ચોમાસા દરમિયાન ખેતરો અને જંગલોમાંથી લાવીને વેચતા હોય છે.જોકે ચોમાસા દરમિયાન જ મળતી હોવાથી,અને તેના અનેક ગુણો અને ફાયદા હોવાથી હાલમાં અડવીના ભાવ 1000 હજાર રૂપિયા કિલો થઈ ગયા છે.છૂટક શાકભાજી વિક્રેતા સો સો ગ્રામની ઢગલી બનાવી સો સો રૂપિયા માં વેચે છે. ત્યારે આ અળમીનું શક ખાવાના શોખીનો સ્વાદિષ્ટ અળમી લેવા પડાપડી કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590