કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ – ભુજ જીલ્લાનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતું. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હતા જેમની સાથે રહે સમગ્ર સ્થિતિની જાણકારી મેળવી હતી.
માંડવી હોસ્પિટલમાં દાખલ ગર્ભવતી મહિલાઓ અને વૃધ્ધો ની મુલાકાત લઇ તેઓના ખબર-અંતર પૂછી, હોસ્પિટલમાં જન્મ લીધેલ બાળકના માતાની મુલાકાત પણ લીધી હતી. આ સાથે ગૃહમંત્રી અમિતભાઇ શાહ બિપરજોય વાવાઝોડાથી ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા માટે ખેડૂતોની મુલાકાત લીધી હતી.
હાલામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે છે ત્યારે દરેક ગતિવિધિઓની જાણકારી પણ મેળવી રહ્યા છે.એનડીઆરએફની ટીમ સાથે હાથ મિલાવ્યા અને તેમને વાવાઝોડામાં કરેલી કામગીરી ના વખાણ કર્યા. આ સાથે આર્મીના જવાનોને પણ તેઓ મળ્યા હતા.માંડવી હોસ્પિટલમાં ગયા હતા અને અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરી હતી તેમજ તંત્ર એ સમયે કરેલી કામગીરી વિશે જાણકારી મેળવી હતી.
બિપરજોય વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. ગઈકાલે વાવાઝોડું ડિપ ડિપ્રેશન માં ફેરવાયું હતું. માછીમારોને હજૂ પણ દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ગુજરાતમાં ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ પણ જોવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590