સરકારે સંસદના બજેટ સત્ર પૂર્વે આવતી કાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક દરમિયાન સરકાર સંસદના બંને ગૃહોનું કામકાજ સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષો પાસેથી સહકાર માંગશે. બજેટ સત્ર સોમવારે શરૂ થશે અને 12 ઓગસ્ટ સુધી ચાલશે. 23મી જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે.નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પહેલું બજેટ હશે. ગયા મહિને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે,આ બજેટ સરકારની દૂરોગામી નીતિઓ અને ભવિષ્યનાં અભિગમનો અસરકારક દસ્તાવેજ હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590