આહવાને પાણી પૂરું પાડતા ભીસ્યા ડેમમાં આવ્યા નવા નીર
આજે એટલે કે તારીખ ૨૯/૬/૨૦૨૩ના રોજ સવારે ૬ વાગ્યા થી સાંજના ચાર કલાક દરમિયાન ડાંગ જિલ્લામાં સરેરાશ ૪૨.૩૩ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ દસ કલાક દરમિયાન આહવા ખાતે ૩૫ મી.મી.(મોસમનો કુલ ૨૨૧ મી.મી.)વરસાદ નોંધાયો છે.જ્યારે વઘઇ ખાતે ૩૧ મી.મી.(કુલ ૧૮૩ મી.મી.), અને સુબિર ખાતે ૬૧ મી.મી. (કુલ ૧૯૪ મી.મી.) વરસાદ નોંધાવા પામ્યો છે. આમ, સમગ્ર ડાંગ જિલ્લામાં સરેરાશ ૪૨.૩૩ મી.મી.(મોસમનો સરેરાશ ૧૯૯ મી.મી.) વરસાદ નોંધાઇ ચુક્યો છે.ઉલ્લેખનીય છે કે, આ સાથે આહવા નગરને પાણી પૂરું પાડતા ભીસ્યા ડેમમાં પણ નવા વરસાદી નીર આવ્યા છે. જેને લઈને નગરજનોમાં ખુશી વ્યાપી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590