રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત રાજ્ય ના માર્ગદર્શન હેઠળ નિયામકશ્રી, પુરાતત્વ અને સંગ્રહાલય ની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત, સાપુતારા સંગ્રહાલય ખાતે તા.૧૮ મે - આંતરરાષ્ટ્ર્રીય સંગ્રહાલય દિવસ (International Museum Day) ની ઉજવણી કરાશે.
આ ઉજવણી અંતર્ગત નિયામક, પુરાતત્વ અને સંગ્રહાલય ની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત, ગુજરાતના વિવિધ સંગ્રહાલયોની માહિતી પ્રદર્શિત કરતું પ્રદર્શન ગુજરાતના સંગ્રહાલય પ્રસ્તુત કરાશે. આ પ્રદર્શન તા. ૧૮ મે, ૨૦૨૩ થી તા. ૩૧ મે, ૨૦૨૩ દરમિયાન, સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી નિહાળી શકાશે. (સ્થળ : સાપુતારા સંગ્રહાલય - સાપુતારા) એમ, સંગ્રહાલયના કયુરેટર તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590