આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા “પોષણ ઉત્સવ-૨૦૨૪-૨૫” અંતર્ગત તાપી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વ્યારાના આંબેડકર હોલ ખાતે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ દ્વારા ટી.એચ.આર મિલેટ્સ, શ્રી અન્ન અને સરગવામાંથી બનતી પોષણયુક્ત વાનગીઓની સ્પર્ધા રાખવામાં આવી હતી જેથી પોષણયુક્ત આહાર પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે. વર્ષ ૨૦૨૧-૨૨નો જિલ્લા કક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિના અધ્યક્ષ શ્રી તૃપ્તિબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમજ મુખ્ય મહેમાન તરીકે પ્રાંત અધિકારીશ્રી સંદીપ ગાયકવાડ હાજર રહ્યા હતા. સમગ્ કાર્યક્રમના આયોજક એવા સી.ડીપી.ઓ શ્રી તન્વીબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ભુપેન્દ્રભાઈ ગામીત, આયુર્વેદિક શાખાના ડો.જયશ્રીબેન ચૌધરી તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાઆરતીબેન સોની તેમજ વિશાળ સંખ્યામાં આંગણવાડી કાર્યકરો અને ભૂલકાઓ હાજર રહ્યા હતા. અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે. બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના આહારમાં પોષ્ટિક ખોરાકનો ઉપયોગ થાય તે ખુબ જ જરૂરી છે. બહેનોનું સ્વાસ્થ્ય ખુબજ જરૂરી છે. માટે તમામ બહેનોએ આ યોજનાનો લાભ લેવો જોઈએ.
પ્રાંત અધિકારી શ્રી ગાયકવાડે જણાવ્યું હતું કે દૂધ, આંબળા અને સરગવો આપણા માટે ખુબ ઉપયોગી છે. આપણા જીલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરીખેડૂતો સ્વાસ્થ્યનો સંદેશો ફેલાવી રહ્યા છે, જીલ્લાના તમામ નાગરિકોને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો વાપરવા માટે તેમણે આપિલ કરી હતી તેમજ બાળકોને મોબાઈલ થી દુર રાખવા સુચન કર્યું હતું.
આપણે ચોકલેટ, દૂધ કે શ્રીખંડ ખાઈએ છીએ તે અમૂલ કે બનાસ ડેરી દ્વારા બનાવવામાં આવતા ટેક હોમ રાશન (ટીએચઆર) એટલે કે પૂર્ણાશક્તિ, માતૃશક્તિ અને બાલશક્તિના પેકેટ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી મારફત ધાત્રી, સગર્ભા મહિલા, કિશોરી અને બાળકોના પોષણયુક્ત આહાર માટે આપવામાં આવે છે. આ પેકેટ એટલા સ્વાદિષ્ટ હોય છે કે તેને કોરા ખાવાની પણ મજા આવે છે. ટેક હોમ રાશનના ઉપયોગથી કેવા પ્રકારની વાનગી બની શકે છે, એનું નિદર્શન કરવા માટે સમયાંતરે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. આ વખતે આવી સામગ્રી માંથી વાનગીઓ બનાવીને સ્પર્ધા યોજવામાં આવી હતી. જેને નિર્ણાયકોએ ચાખીને પસંદ કર્યા હતા. જેમાં આલુટીક્કી, મિક્સ વેજીટેબલ ઈડલી, હાંડવો, તેમજ મીલેટસના અપ્પમ જેવી વાનગીઓ ને નંબર આપવામાં આવ્યા હતા.
અન્ય બાળકોને પોતીકા ગણી લાલનપાલન કરવા બદલ જેમને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ માતા યશોદાનું બિરૂદ આપ્યું છે, એવા આંગણવાડી સંચાલિકા અને તેડાગર બહેનોનું રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં ૪૧ હજારથી લઈને ૧૧ હજાર સુધીનું ઇનામ આપવામાં આવ્યું હતું. જેની કુલ રકમ ૩ લાખ કરતા પણ વધારે થતી હતી આવા કુલ 17 બહેનોને એવોર્ડ આપવામાં આવ્યો હતો.
તાપી જિલ્લાની તમામ અદાલતોમાં આગામી ૦૮મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
તાપી જિલ્લાની તમામ અદાલતોમાં આગામી ૦૮મી માર્ચે રાષ્ટ્રીય લોકઅદાલત યોજાશે. તમામ પક્ષકારો,વકીલશ્રીઓ તથા જાહેર જનતાએ તા.૦૮ માર્ચ -૨૦૨૫ શનિવારના રોજ નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ નવી દિલ્લી તેમજ નામદાર ગુજરાત રાજય
કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા મથક વ્યારા તેમજ તાલુકા કક્ષાએ વ્યારા, વાલોડ,ડોલવણ, સોનગઢ, ઉચ્છલ, નિઝરની તમામ અદાલતોમાં વર્ષ ૨૦૨૪ ની ત્રીજી નેશનલ લોક અદાલતનુ આયોજન કરવામાં આવેલ છે.
જેથી તમામ પક્ષકારો, વકીલશ્રીઓ તથા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, આગામી તા.૦૮મી માર્ચ ૨૦૨૫ શનિવારના રોજ
યોજાનાર જનરલ લોકઅદાલતમાં જિલ્લા કક્ષાએથી લઈને તાલુકા કક્ષા સુધીની તમામ અદાલતોમાં સમાધાનથી નિકાલ કરવા વિવિધ કેસો મુકી શકાશે, જેમાં કોર્ટોમાં માંડવાળ કરી શકાય તેવા સમાધાન પાત્ર કેસો, નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળના કેસો, બેંક રીકવરી કેસો, વાહન અકસ્માત સંબંધિત વળતરના કેસો, મજુર તકરારને લગતા કેસો, લાઈટ બીલ અને પાણી બીલના લગતા કેસો કૌટુંબિક તથા લગ્ન જીવનની તકરારને લગતા કેસો, જમીન સંપાદન હેઠળના કેસો, પગાર અને નિવૃતિને લગતી સર્વિસ મેર્ટસ, રેવન્યુ સંબધિત કેસો, દિવાની કેસો જેવા કે ભાડુઆત સબંધિત, બેંક લેંણા, ડેન્ટ રીકવરી, અંગેની કોઈ અપીલ કે કેસ જિલ્લાની અદાલતોમાં દાખલ કરેલ હોય અને સુનવણી માટે પડતર હોય, તેવા કેસ કે અપીલ અને પ્રિ લીટીગેશન કેસોને પણ લોક અદાલતમાં મુકી સમાધાનથી સુમેળભર્યો નિકાલ કરવાની પ્રકીયા હાથ ધરવામાં આવનાર છે. જેથી તમામ પક્ષકારો, વકીલશ્રીઓ તથા જનતાનેઆલોકઅદાલતમાં ભાગ લઈ લોક અદાલતને સફળ બનાવવા આગ્રહ ભરી વિનંતી કરવામાં આવે છે.
પક્ષકારોએ તેમના કેસ લોક અદાલતમાં મુકવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, તાપી મું વ્યારાનો, ફોન નં-
૯૫૭૪૬૦૪૧૭૫ પર અથવા તો લાગુ પડતી તાલુકા કાનૂની સેવા સમિતિઓનો નીચે મુજબના ફોન નંબરો ઉપર સંપર્ક કરી શકે છે
તાલુકા કાનૂની સેવા સમિતિ વ્યારા મો નં ૦૨૬૨૬-૨૨૧૩૭૦ નિઝર મો. નં ૯૬૨૪૬૭૪૧૯૧,ઉચ્છલ મો. ન ૬૩૫૧૨૨૭૨૧૯,સોનગઢ મો. નં ૯૭૨૪૭૪૯૦૯૪, વાલોડ મો. નં ૯૬૮૭૧૨૯૩૬૪, ડોલવણ મો નં ૯૪૨૭૬૬૪૬૨૭ પર સંપર્કકરવાનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590