લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લાના ચૂંટણી તંત્રે ૧૩ જેટલી ચેકપોસ્ટ શરૂ કરી ન્યાયી, પારદર્શક, અને તટસ્થ ચૂંટણી પ્રક્રિયાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલની રાહબરી હેઠળ, અને જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયાના માર્ગદર્શન હેઠળ , તથા કાયદો અને વ્યવસ્થાના નોડલ ઓફિસર-વ-નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ અને તેમની ફરજ પરસ્ત ટીમ દ્વારા, મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલી સરહદ પર, દસ જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવાની સાથે, ત્રણ જેટલી આંતર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ પણ કાર્યાવિન્ત કરી ચૂંટણીલક્ષી ચેંકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઉલેખનિય છે કે, ડાંગ જિલ્લો ત્રણ તરફ મહારાષ્ટ્ર રાજ્યની હદ સાથે જોડાયેલો છે. જેથી અહી મહારાષ્ટ્રના નવાપુરની સરહદે (૧) જામાલા ચેકપોસ્ટ, સાકરીની સરહદે (૨) ઝાંખરાઇબારી ચેકપોસ્ટ, અને (૩) નકટ્યાહનવંત ચેકપોસ્ટ, તથા નાસિકને અડીને આવેલી, (૪) ચિંચલી ચેકપોસ્ટ, (૫) કાંચનઘાટ ચેકપોસ્ટ, (૬) સાપુતારા ચેકપોસ્ટ, (૭) માળુંગા ચેકપોસ્ટ, (૮) બરડા ચેકપોસ્ટ, (૯) દગુનિયા ચેકપોસ્ટ, અને (૧૦) બારખાંધ્યા ચેકપોસ્ટ ઉપર વન વિભાગના જવાનોની સાથે, ડાંગ પોલીસના ચુનંદા જવાનો ચૂંટણીલક્ષી ચેંકિંગની કામગીરીમાં જોડાયા છે.
આ ઉપરાંત ડાંગ જિલ્લાને અડીને આવેલા પાડોશી તાપી જિલ્લાની સરહદે ભેંસકાતરી અને બરડીપાડા ચેકપોસ્ટ, તથા નવસારી જિલ્લાની સરહદે વઘઇ ચેકપોસ્ટ પર પણ પોલીસ ચેકીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા તથા લો એન્ડ ઓર્ડરના નોડલ ઓફિસર એસ.જી.પાટીલે જાહેર જનતા, વાહન ચાલકોને ચૂંટણીલક્ષી સંવેદનશીલ પ્રકારની આ કામગીરીમાં, વાહન ચેંકિંગ દરમ્યાન સહયોગ આપવાની અપીલ કરવા સાથે, ફરજપરના પોલીસકર્મીઓને વાહન માલિકો સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590