એશિયન ગેમ્સ 2023માં ભારતીય શૂટિંગ ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે અને એક પછી એક મેડલ જીતી રહી છે. આજે ગુરુવારે ભારતીય પુરૂષ ખેલાડીઓ સરબજોત સિંહ, શિવા નરવાલ અને અર્જુન સિંહ ચીમાએ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
એશિયન ગેમ્સ 2023માં ભારતીય શૂટિંગ ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે અને એક પછી એક મેડલ જીતી રહી છે. બુધવારે જ્યાં ભારતીય મહિલા ખેલાડીઓએ ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. આજે ગુરુવારે ભારતીય પુરુષ ખેલાડીઓએ ગોલ્ડ પર નિશાન સાધ્યું છે. એશિયન ગેમ્સના 5માં દિવસે સરબજોત સિંહ, શિવા નરવાલ અને અર્જુન સિંહ ચીમાએ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. ભારત માટે આ છઠ્ઠો ગોલ્ડ મેડલ છે.
એશિયન ગેમ્સમાં ભારતીય શૂટર્સ સારું પ્રદર્શન કરી રહ્યા છે. 5માં દિવસે ભારતીય પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ ટીમે ગોલ્ડ મેડલ પર નિશાન સાધ્યું છે. સરબજોત સિંહ, શિવા નરવાલ અને અર્જુન સિંહ ચીમાએ કપરા મુકાબલામાં ચીનની મેન્સ ટીમને 1 પોઈન્ટથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મેચમાં ભારતે 1734 પોઈન્ટ મેળવ્યા છે જ્યારે ચીનને 1733 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ થી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે વિયેતનામે 1730 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
આજે પાંચમા દિવસે ભારતીય વુશુ ખેલાડી રોશિબિના દેવીએ પણ શાનદાર પ્રદર્શન કરીને ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. રોશિબિના દેવીને 60 કિલોગ્રામ મહિલા વર્ગમાં ચીનની ખેલાડી સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ રીતે ચીને આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
ભારત પાસે હવે 24 મેડલ છે
એશિયન ગેમ્સ 2023માં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતે અત્યાર સુધીમાં 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારતે મહિલા ક્રિકેટ, ઘોડેસવારી અને મહિલા અને પુરુષ શૂટિંગમાં ગોલ્ડ જીત્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590