ડાંગ જિલ્લાની આહવા સ્થિત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે તાજેતરમાં તમાકુ મુક્ત ભવિષ્ય માટે શાળાના તમામ શિક્ષકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. વ્યસન મુક્ત શૈક્ષણિક સંસ્થા બનવા માટે શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારની ત્રિજ્યામા કોઈપણ પ્રકારની તમાકુ કે તમાકુ બનાવટનું વેચાણ કરવુ કાનૂની ગુનો બને છે. તે અંગેના કાયદાની જાણ કરતા, જવાબદાર અધિકારીઓના નામ, નંબર સાથે દિશા સૂચક બોર્ડ શાળા ના ગેટ પાસે લગાવવામા આવ્યા હતા.
શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો પોતે અને પોતાનો પરિવાર તેમજ પોતાના ગામમાં પણ વ્યસન મુક્તિ અભિયાન માં જોડાય તે અંગે શાળાના આચાર્ય અમરસિંહ ગાગુર્ડે તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590