ચેતના સંસ્થા અમદાવાદ અને લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ તેમજ ડાંગ જિલ્લા આઈ.સી.ડી.એસ.વિભાગ તેમજ આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આહવા તાલુકાના 6 ગામોમા તારીખ 28 મી માર્ચ થી 4થી એપ્રિલ 2023 સુધી પોષણ મેળાઓનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. પોષણ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય રમતો દ્વારા બહેનો માં પોષણ અંગે જાગૃતિ ઊભી કરવાનો હતો. આ મેળામાં કુલ 412 મહિલાઓએ ભાગ લીધો હતો. સાંજેના સમયે મોટા સમુદાય સુધી પોષણ અંગે સાચી સમજ અને માહિતગાર કરવાના સંદર્ભે સ્થાનિક ભાષામાં તમાશા (નાટક)નુ આયોજન હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં અંદાજે 3 હજાર થી વધુ લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો.
આ પોષણ મેળાઓમાં વાનગી હરીફાઈ, પોષણ અને એનિમિયા પ્રદર્શન, પોષણ ચક્ર, પોષણની સાપસીડી, લાઈટ ગેમ, કાર્ડ ગેમ દ્વારા પોષણ ની સમજ, પોષણયુક્ત નાગલીના બિસ્કીટ નાસ્તા વિતરણ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. વાનગી બનાવી લાવેલા મહિલાઓ ને પ્રોત્સાહિત ઈનામનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પોષણ મેળાઓમાં આહવા તાલુકા ઉપપ્રમુખ દેવરામ જાદવ, બોરખલ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ નીરૂબેન ડી. જાદવ, સભ્યો ચંદરભાઈ પવાર, ગુલાબભાઈ જાદવ, મગળુભાઈ વાઢું, પંકજભાઈ પવાર, જયરામભાઈ પવાર, આરોગ્ય વિભાગ માંથી ANM, આશા બહેનો, ICDS વિભાગમાંથી મુખ્ય સેવિકા અનીતાબેન તેમજ સપનાબેન, આંગણવાડી કાર્યકરો, હેલ્પર બહેનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590