સુરત ઓયો હોટલમાંથી એમ.ડી ડ્રગ્સ સાથે પકડાયેલા યુવાનના નિવેદનમાં ડ્રગ્સ ગોરખધંધામાં ભાજપનો યુવા મોરચાનો સક્રિય કાર્યકર તેમજ હિંદુ યુવા વાહિની સુરત પ્રમુખ વિકાસ આહીર સામેલ હોવાનું બહાર આવ્યું છે. વિકાસ ગૃહરાજ્ય મંત્રીના મતવિસ્તાર મજુરા વિસ્તારમાં કાર્યકર છે. આ ડ્રગ્સ ડિલરના ગૃહમંત્રી, પ્રદેશ પ્રમુખ, લિંબાયતના ધારાસભ્ય, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જ્યારે ટેગલાઈનો અપાઈ છે, સાવધાન ભાજપને ઓળખો. આ ડ્રગ્સ ડિલર છે. ગુજરાતમાં તમામ અપરાધીઓ ભાજપના કાર્યકર્તા છે.
એમ.ડી ડ્રગ્સ ડિલર વિકાસ આહીર ભાજપ યુવા મોરચાનો સક્રિય કાર્યકર
ડ્રગ્સ મંગાવનારા પૈકી સુરતની ખટોદરા કોલોની, શાસ્ત્રીનગરમાં રહેતો વિકાસ આહિર ભાજપ યુવા મોરચાનો સક્રિય કાર્યકર છે. ગુજરાતના ગૃહમંત્રીના મજુરા વિધાનસભા વિસ્તારમાં કાર્યરત છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સંસ્થા હિંદુ યુવા વાહિનીના સુરત પ્રમુખ છે.
ભાજપના યુવા મોરચાના કાર્યકર વિકાસ આહીર સામે ડ્રગ્સનો ગુનો નોંધાયો છે. એટલું જ નહીં શહેરમાં છ પોલીસ મથકમાં અલગ અલગ ગુના નોંધાયેલા છે. જેમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં લૂંટ, સલાબતપુરામાં મારા મારી, ઉમરામાં રાયોટીંગ, લિંબાયતમાં રાયોટીંગ, ઉધનામાં મારા મારી, અમરોલીમાં અપહરણ અને સરકારી કામગીરીમાં અડચણના ગુના નોંધાયા છે. આવા અસામાજીક તત્ત્વ સાથે ભાજપના નેતાઓના ફોટો વાયરલ થતા ચકચાર મચી છે.
ડ્રગ્સ ડિલરનું ભાજપ સાથે કનેક્શન બહાર આવતા સોશિયલ મીડિયા પર વિકાસ આહીરના મંત્રી, પ્રદેશપ્રમુખ, ધારાસભ્ય સાથેના તસવીરો વાયરલ થયા છે. ડ્રગ્સ ડિલરના ભાજપના ઉચ્ચ નેતાઓ સાથે શું સબંધો છે? તેવા પ્રશ્નો ઉઠ્યા છે. આપના મનોજ સોરઠીયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ટેગલાઈનો આપી છે, 'સાવધાન ભાજપને ઓળખો. આ ડ્રગ્સ ડિલર છે... ગુજરાતમાં તમામ અપરાધીઓ ભાજપના કાર્યકર્તા છે. ગુજરાતમાં હિંદુ યુવા પેઢીને ખતમ કરવાનું કાવતરૂ ખુદ ભાજપના નેતાઓ ડ્રગ્સ વેચીને કરે છે. કહેવાતા નકલી ભાજપી હિંદુઓને ઓળખો'
મળતી માહિતી અનુસાર, એસઓજીની ટીમે મળેલી બાતમીના આધારે 21મી જુલાઈ ઉધના દરવાજા સાર કોપીરેટ સેન્ટરના સાતમા માળે આવેલી હોટલ ઘી ગ્રાન્ડ વીલા ઈનમાં દરોડા પાડ્યા હતા. જેમાં રાજસ્થાનથી કાર લઈને સુરત એમ.ડી.ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા ચેતન શાહુને ઝડપી લીધો હતો.
એસઓજીએ આ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો નોંધી બાદમાં ડ્રગ્સ મંગાવનાર અનિષ ખાન અને વિકાસ આહીરને પણ ઝડપી લીધા હતા. એસઓજીએ તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સુરત પોલીસની ભીંસને લીધે તેમણે હવે મુંબઈને બદલે રાજસ્થાનથી ડ્રગ્સ ઘુસાડવાનું શરૂ કર્યું હતું. જોકે, તેમનો પહેલો પ્રયાસ જ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. અનિષ ખાન અને વિકાસ આહીર સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામ મારફતે ચેતનનો સંપર્ક કરી ડ્રગ્સનો ઓર્ડર આપતા હતા. ડ્રગ્સ આવ્યા બાદ વિકાસની સલાબતપુરા રૂપમ સિનેમા નજીકની આઈસ્ક્રીમની લારી તેમજ અન્ય આઈસ્ક્રીમ પાર્લર મારફતે વેચતા હતા. આ ઉપરાંત તે ટુ વ્હીલર અને કારમાં પોતાના જાણીતા ગ્રાહકોને પણ ડ્રગ્સની ડિલિવરી કરતા હતા. એસઓજીએ ડ્રગ્સ મંગાવનાર રેહાન અંસારી અને મોકલનાર જાવેદને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590