કુકી-જો સમુદાય દ્વારા ત્રણ રેલીઓના જવાબમાં, સમુદાય-આધારિત નાગરિક સમાજ સંગઠન મેઇતેઇ લિમાએ મેઇતેઇ-પ્રભુત ખીણના જિલ્લાઓમાં "કામ બંધ કરો" હડતાલનું આહ્વાન કર્યું.
મણિપુરમાં શનિવારે ફરી એકવાર તણાવનું વાતાવરણ જોવા મળ્યું, જ્યારે કુકી-જો સમુદાયના સભ્યોએ આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ત્રણ રેલીઓ કાઢી. આ રેલીઓમાં તેમણે અલગ વહીવટની માંગ કરી હતી અને મુખ્યમંત્રી એન. બિરેન સિંહની કથિત વાયરલ ઓડિયો ક્લિપ સામે વિરોધ કર્યો, જેમાં કેટલીક વાંધાજનક ટિપ્પણીઓ સંભળાય છે.
આ દરમિયાન, પોલીસે જણાવ્યું કે,શનિવારે સવારે લગભગ 11:30 વાગ્યે ચુરાચંદપુરના તુઇબોંગ સબ-ડિવિઝનના પેનિયલ ગામમાં અજાણ્યા બદમાશોએ બીજેપી પ્રવક્તા માઇકલ લામજાથાંગના પૈતૃક ઘરને આગ લગાવી દીધી હતી.પોલીસે જણાવ્યું કે હુમલા દરમિયાન ઘરના પરિસરમાં પાર્ક કરેલી એક કારને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.આ હુમલા અંગે સીમ એન.બિરેન સિંહે લખ્યું હતું કે,"અમારા લોકો(આ મામલે થાડું)ને વારંવાર શાંતિ રેલીની આડમાં નિશાન બનાવવા,એક બહુ હેરાન કરનારી પ્રવૃત્તિ છે.આ રીતની ઉશ્કેરણી જનક પ્રવૃતિઓ સહન કરવામાં નહીં આવે.સંભવિત ખતરાની પૂર્વ ચેતવણી છતા પર્યાપ્ત સુરક્ષા પુરી પાડનામાં નિષ્ફલ જનાર સબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ક્યાં રેલીઓ યોજાઈ?
કુકી-જો વતી આ રેલીઓ અનુક્રમે આદિવાસી પ્રભુત્વ ધરાવતા ચુરાચંદપુર, કાંગપોકપી અને તેંગનોપલ જિલ્લામાં લેઇશાંગ, કીથેલમાનબી અને મોરેહમાં યોજવામાં આવી હતી. ચુરાચંદપુરમાં વિરોધ રેલી લિશાંગના એંગ્લો કુકી વોર ગેટથી શરૂ થઈ અને લગભગ 6 કિમીની યાત્રા પૂર્ણ કર્યા પછી તુઈબોંગના શાંતિ મેદાનમાં સમાપ્ત થઈ. કુકી સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન (KSO) અને ઝોમી સ્ટુડન્ટ્સ યુનિયન (ZSF) દ્વારા બોલાવવામાં આવેલી આ રેલીને ધ્યાનમાં રાખીને, જિલ્લાના તમામ બજારો અને શાળાઓ બંધ રહી હતી. કાંગપોકપીમાં, સેંકડો પ્રદર્શનકારીઓએ રેલીમાં ભાગ લીધો હતો જે કીથેલમાનબી મિલિટરી કોલોનીથી શરૂ થઈ હતી અને 8 કિમીનું અંતર કાપીને થોમસ ગ્રાઉન્ડ પર સમાપ્ત થઈ હતી. ભારત-મ્યાનમાર સરહદી શહેર મોરેહમાં અલગ વહીવટની માંગણી સાથે વિરોધ કૂચ પણ કાઢવામાં આવી હતી.
દિલ્હીના જંતર-મંતર પર પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો
બીજી તરફ, કુકી સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશનના નેજા હેઠળ શનિવારે દિલ્હીના જંતર-મંતર પર જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. દિલ્હી-એનસીઆરમાં રહેતા કુકી સમુદાયના લોકોએ પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તમામ દેખાવકારોના હાથમાં પ્લેકાર્ડ હતા, જેમાં મણિપુરના મુખ્યમંત્રીનો ફોટો છપાયેલો હતો. આ લોકો સીએમ બિરેન સિંહના કથિત ઓડિયોનો વિરોધ કરી રહ્યા છે, જેમાં તેઓ કુકી સમુદાયને ખરાબ કહી રહ્યા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ સીએમ પર હુમલો કરતા કહ્યું કે તેઓ મીતાઈ સમુદાયના મુખ્યમંત્રી છે. છેલ્લા 16 મહિનામાં અમારી સાથે અનેક અત્યાચારો થયા છે. અમારા સમુદાયની મહિલાઓને નગ્ન કરીને માર મારવામાં આવી હતી. અમે મુખ્યમંત્રી બિરેન સિંહનું રાજીનામું નથી ઈચ્છતા, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590