દેશમાં રસ્તાઓ પર લાંબા જામ ઘણીવાર ખોટી રીતે પાર્ક કરેલા વાહનોના કારણે થાય છે. હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેનાથી છુટકારો મેળવવા માટે ખાસ તૈયારી કરી રહ્યા છે.
દેશમાં રસ્તાઓ પર લાંબા જામ ઘણીવાર ખોટી રીતે પાર્ક કરેલા વાહનોના કારણે થાય છે. હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેનાથી છુટકારો મેળવવા માટે ખાસ તૈયારી કરી રહ્યા છે. આ અંગે ગડકરીએ ભૂતકાળમાં અનેક કાર્યક્રમોમાં ખાસ જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાત સાંભળીને તમે પણ ચોંકી જશો. હા, કેન્દ્રીય મંત્રીએ તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે,જો કોઈ રસ્તા પર ખોટી રીતે વાહન પાર્ક કરશે તો તેની તસવીર મોકલનારને 500 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
તેમના દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત બાદ કાર અને બાઇક સવારો ચોંકી ઉઠ્યા હતા. અહેવાલ છે કે, સરકાર આ યોજના પર સતત આગળ વધી રહી છે. આ કાયદો ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે. ગડકરીએ એમ પણ જણાવ્યું હતું કે, આ નિયમ લાગુ થયા બાદ શહેરોમાં જામથી ઘણી હદ સુધી રાહત મળશે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે વાહનને ખોટી રીતે પાર્ક કરવા બદલ 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
ખરાબ ટેવો પર લગામ લગાવવાનો હેતુ
ગડકરીએ જણાવ્યું હતું કે, આ કાયદો લાવવાનો હેતુ ખોટી રીતે વાહનો પાર્ક કરવાની આદતને રોકવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, હું એક કાયદો લાવવા જઈ રહ્યો છું – જે મુજબ જે કોઈ રસ્તા પર વાહન પાર્ક કરશે, તેના પર 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ સિવાય ખોટી રીતે પાર્ક કરેલા વાહનની તસવીર મોકલનાર વ્યક્તિને 500 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં વસ્તીની સાથે સાથે વાહનોની સંખ્યા પણ વધી રહી છે. જેથી વાહન પાર્કિંગની સમસ્યા જટિલ થઈ રહી છે. લોકો આડેધર પાર્કિંગ કરતા થયા છે. જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. જો આ નિયમ ભવિષ્યમાં આવશે તો ચોક્કસપણે ટ્રાફિક જામથી થોડી રાહત મળી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590