થર્મોમીટરનો પારો ગગડવા સાથે વાતાવરણમાં ધુમ્મ્સ છવાયું હતું.આજે વહેલી સવારે ભરૂચ- અંકલેશ્વર સહીત દક્ષિણ ગુજરાતમાં ગાઢ ધુમ્મ્સ નજરે પડ્યું હતું. આ કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો થયો હતો તો વાહનચાલકોને પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
આજે સવારથી વાતાવરણમાં ઠંડીનો અહેસાસ વધુ થઇ રહ્યો છે. ઠંડી વધવા સાથે ધુમ્મ્સ પણ છવાયું હતું. વહેલી સવારે દૂરની ચીજોને જોવામાં તકલીફ પડી રહી હતી. વનચાલકો માટે વાતાવરણની આ સ્થિતિ પડકારજનક બની હતી. નેશનલ હાઇવે 48 અતિવ્યસ્ત માર્ગ છે જ્યાં વિઝિબ્લિટીમાં ઘટાડો અકસ્માતનો ભય ઉભો કરે છે. હાઇવે પાર વાહનો ધીમી ગતિએ દોડતા નજરે પડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590