Latest News

ભાવનગર SOGએ ડમી ઉમેદવાર કાંડ મામલે યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું, જાણો શું છે સમગ્ર ઘટના

Proud Tapi 18 Apr, 2023 03:26 PM ગુજરાત

ભાવનગર પોલીસે યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું છે.આવતી કાલ સાંજ સુધી હાજર રહેવા માટે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ડમી ઉમેદવાર કાંડ મામલે પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક વ્યક્તિના નામ ન આપવા બદલ નાણાકીય વ્યવહાર કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે યુવરાજસિંહને હાજર રહીને નિવેદન નોંધાવવા માટે સમન્સ પાઠવ્યું છે. જે તેણે આવતીકાલે સાંજ સુધીમાં હાજર થવું પડશે અને નિવેદન નોંધાવવું પડશે.

પોલીસે વધુ એક વ્યક્તિને ઉઠાવ્યો
આ ઉપરાંત ડમી કાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. એક વ્યક્તિને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.તળાજાના રળગોન ગામેથી તલાટી મંત્રીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. શિક્ષણ ઉપરાંત વનવિભાગ અને પંચાયત વિભાગમાં પણ કાંડના પડઘા પડ્યા છે.

મહુવાના કેરાળા ગામના તલાટી મંત્રીને પોલીસે ડમી ઉમેદવાર કાંડમાં પૂછપરછ માટે લઈ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે,રાળગોન ગામનો વતની અને કેરાળા ગામમાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવે છે અને તેનું નામ હસમુખ પુનાભાઈ ભટ્ટ છે તેવું જાણવા મળ્યું છે. પોલીસે જ આ વ્યક્તિને ઉઠાવ્યો છે છતાં પોલીસ આ વાતથી અજાણ હોવાનો દાવો કરી રહી છે.36 આરોપીનાં નામ જોગ દાખલ થયેલી પોલીસ ફરિયાદમાં આરોપી હસમુખ ભટ્ટનું નામ ન હોવાથી આ કાંડમાં વધુ એક આરોપીનો વધારો થયો છે.
બિપિન ત્રિવેદી એ આક્ષેપ કર્યો હતો

ભાવનગરમાં ડમી ઉમેદવાર કાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ આક્ષેપ કર્યો હતો. બિપિન ત્રિવેદીએ કહ્યું હતું કે, ‘ડમીકાંડમાં નામ ન જાહેર કરવા માટે યુવરાજસિંહે પૈસા લીધા છે.’ ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસે આ ઘટનાને પગલે બિપિન ત્રિવેદની પૂછપરછ માટે અટકાયત કરી હતી.

ચાર આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરમાં ડમીકાંડ માં ઝડપાયેલા ચાર શખ્સોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે ચારેય આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ડમીકાંડમાં LCBએ 36 લોકો સામે ગુનો નોંધ્યો હતો. ભાવનગર LCBએ ડમી કાંડ માં અગાઉ 4 આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તળાજાના 4 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. ડમી કાંડ મામલે ભાવનગર LCB દ્વારા 36 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ કુલ 36 આરોપીઓ પૈકી 33 આરોપીઓ ભાવનગર જિલ્લાના છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post