ડાંગ જિલ્લાના ચીચીનાગાંવઠા ગામે ભુલી પડેલી નિલશાક્યા ગામની મહિલાને 181 અભયમ ટીમ દ્વારા પરિવાર સાથે સુ:ખદ મિલન કરાવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૧/૫/૨૦૨૩ના રોજ ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા ચિચીનાગાવઠાથી ભૂલી પડેલી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર આહવા ખાતે લાવવામાં આવી હતી.જ્યાં આ મહિલાને સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. અહીં સેન્ટર ના કર્મચારીઓ દ્વારા આ મહિલાનું કાઉન્સેલિંગ કરતા તેઓ આહવા તાલુકાના નિલશાક્યા ગામના રહેવાસી હોવાનું જણાયું હતું.
સેન્ટરના કર્મચારીઓ દ્વારા નિલશાક્યા ગામની એક બહેન ને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રૂબરૂ બોલાવી મહિલાની ઓળખ કરી હતી. જે બાદ ગામના સરપંચ નો સંપર્ક કરીને મહિલાના વાલીને જાણ કરાઇ હતી. તા.૩/૫/૨૦૨૩ ના રોજ મહિલાના માતા અને ગામના ઉપસરપંચ સેન્ટર ખાતે આ મહિલાને લેવા આવ્યા હતા. જેમા જાણવા મળેલ કે, છેલ્લા ૩ વર્ષથી મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ ઘરેથી નીકળી જાય છે. જેથી સેન્ટરના કર્મચારી દ્વારા મહિલાને સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી સારવાર લઈ માટે જવામાં આવ્યા હતા. જ્યાં માનસિક વિભાગના ડોક્ટર દ્વારા મહિલાનુ કાઉન્સેલિંગ કરીને દવાઓ આપવામાં આવી હતી. સાથે જ વધુ સારવાર અર્થે ફરી વાર હોસ્પિટલ આવવા જણાવ્યું હતુ. આશ્રિત મહિલાના પરિવારજનોએ મહિલાને ઘરે લઈ જવા માગતા હોવાથી સેન્ટરના કર્મચારીઓ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ ની હાજરી માં ઘરે પુનઃ સ્થાપન કરવામા આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590