દિલ્હી શરાબ કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડ્રીંગ કેસમાં દિલ્હીની રાઉસ એવન્યૂ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા છે. તેનો અર્થ એવો થાય છે કે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની હોળી આ વખતે ઈડીના રિમાન્ડ રુમમાં મનાવશે. કોર્ટે સીએમને 6 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. આપને જણાવી દઈએ કે, ઈડીએ 10 દિવસની રિમાન્ડ માગી હતી. તો વળી સીએમ તરફથી હાજર થયેલા 3 વકીલ અભિષેક મનુ સિંઘવી, વિક્રમ ચૌધરી અને રમેશ ગુપ્તાએ કસ્ટડીનો વિરોધ કર્યો હતો.
દિલ્હી શરાબ કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડ્રીંગ કેસમાં દિલ્હીની રાઉસ એવન્યૂ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા છે.
ચૂંટણી પંચ પાસે પહોંચ્યું વિપક્ષ
આ બાજુ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ઈંડિયા બ્લોકના નેતા ચૂંટણી પંચની પાસે પહોંચ્યા છે. કહેવાય છે કે, તેમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ટીએમસી, સીપીઆઈ, ડીએમકે, સમાજવાદી પાર્ટી, એનસીપીના નેતા સામેલ છે. આ દરમ્યાન કેસી વેણુગોપાલ, ડો. અભિષેક મનુ સિંઘવી, ડેરેક ઓ બ્રાયન, મોહમ્મદ નદીમુલ હક, સીતારામ યેચૂરી, સંદીપ પાઠક, પંકજ ગુપ્તા, જિતેન્દ્ર અવ્હાડ, પી વિલ્સન, જાવેદ અલી સામેલ છે.
ઈડી શા માટે માગી રહી છે કેજરીવાલની રિમાન્ડ- પાંચ પોઈન્ટમાં સમજો
1)ગુન્હાની આવકનો સોર્સ જાણવા માટે ધરપકડ વ્યક્તિ પાસેથી તેની ભૂમિકા અને ઉપરોક્ત નિવેદનોના સંબંધમાં પૂછપરછ કરવી જરુરી છે. ઈડીએ તર્ક આપ્યો છે કે ધરપકડ વ્યક્તિ તપાસમાં અસહયોગ કરી રહ્યો હતો અને પીએમએલએની કલમ 50 અંતર્ગત સમનની અવહેલના કરી રહ્યા હતા. 2)તપાસ દરમ્યાન કેજરીવાલના ઘરેથી જપ્ત કરવામાં આવેલા ઈલેક્ટ્રોનિક ડિવાઈસ અને ડેટાને લઈને પૂછપરછ કરવાની છે.3)આ મામલે જે પણ સામગ્રી અથવા અભિલેખ જપ્ત કર્યા છે, તેને લઈને કેજરીવાલ સાથે પૂછપરછ કરવાની છે. જે ફક્ત ધરપકડમાં જ શક્ય છે.4)ધરપકડ વ્યક્તિથી સાઉથ ગ્રુપ દ્વારા આમ આદમી પાર્ટી અને તેના નેતાઓને આપવામા આવેલી લાંચમાં સામેલ અન્ય સહયોગીઓ/સંસ્થાઓ વિશે પૂછપરછ કરવાની છે.5)આ કૌભાંડને કઈ રીતે પાર પાડ્યું, તેની શોધ કરવા માટે ધરપકડ થયેલા વ્યક્તિ સાથે પૂછપરછ કરવી જરુરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590